‘સનમ બેવફા’ની અભિનેત્રી 25 વર્ષથી જીવી રહી છે ગુમનામ જિંદગી, ખુબજ સુંદર ચહેરો હવે થઇ ગયો છે આવો…

0
367

સલમાન ખાને બોલિવૂડમાં તેની લાંબી કારકિર્દીમાં ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેની સાથે કેટલીય અભિનેત્રીઓએ ડેબ્યૂ કર્યું છે. સલમાને એક ફિલ્મ સનમ બેવફા કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી ચાંદની મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. ચાંદનીએ વર્ષ 1991 માં સલમાન ખાન સાથે ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. આજે આ ફિલ્મને લગભગ 30 વર્ષ થઇ ગયા છે.

સનમ બેવફા પછી, ચાંદનીએ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું પણ તે સફળ ન થઇ શકી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નિષ્ફળ થવા છતાં ચાંદની બોલીવુડને એટલો પ્રેમ કરે છે કે તેણે તેની બે પુત્રીનું નામ કરિશ્મા અને કરીના રાખ્યું છે. આજે અમે તમને જણાવીએ છીએ કે આ અભિનેત્રી આજે કેવા હાલમાં છે. અભિનેત્રી ચાંદનીનું અસલી નામ નવોદિતા શર્મા છે. તેમને તેનું ફિલ્મનું નામ એટલું ગમ્યું કે તેણે પોતાનું અસલ નામ છોડી દીધું અને ચાંદની નામને વાસ્તવિક જીવનમાં પણ તેને અપનાવી રાખ્યું છે.

ચાંદની ઉર્ફે નવોદિતા શર્મા આજે અમેરિકાના ઓર્લાન્ડોમાં ડાન્સ ક્લાસિસ ચલાવે છે. નવોદિતા શર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો. પરંતુ તેણે ફિલ્મોમાં માટે પોતાનું નામ બદલી નાખ્યું હતું. ચાંદની જ્યારે ભણતી હતી ત્યારે તેને ક્યાંકથી સમાચાર મળ્યા કે ડિરેક્ટર સાવનકુમાર તેમની નવી ફિલ્મ માટે એક નવો ચહેરો શોધી રહ્યા છે. બસ ત્યાંથી જ તેની કિસ્મત ચમકી ગઈ હતી. તેણે પણ ફિલ્મના ઓડિશન માટે ફોર્મ ભરી લીધું હતું અને તેની પસંદગી કરવામાં આવી હતી.

ચાંદનીની આ ફિલ્મમાં હીરો સલમાન ખાન હતો, જેની પહેલી ફિલ્મ સુપરહિટ હતી. ચાંદની અને સલમાનની આ ફિલ્મ ‘સનમ બેવફા’ ના નામે બની અને સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મે લોકોનું સંપૂર્ણ રીતે મનોરંજન કર્યું હતું. આ ફિલ્મની વાર્તાથી લઈને ગીતો અને અભિનય સુધીની, તેણે લોકોના દિલો અને દિમાગ પર ઉડી અસર છોડી હતી. આ ફિલ્મના ગીતો એટલા હિટ થઈ ગયા કે આજે પણ તે લોકોના પ્રિય ગીતોની લિસ્ટમાં સામેલ હોય છે.

અભિનેત્રી ચાંદની છેલ્લી વાત 1996 માં આવેલી ફિલ્મ ‘હાહાકાર’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે અમિતાના કિરાદરમાં જોવા મળી હતી. જો આમ જોવામાં આવે તો આ અભિનેત્રીની ફિલ્મી કરિયર ફક્ત 5 વર્ષની જ રહી હતી. એક કહાની એવી પણ છે કે બોલીવુડમાં ચાંદનીની નિષ્ફળતા માટે જવાબદાર ડિરેક્ટર સાવન કુમાર છે, કારણ કે સવાનકુમાર સાથે કરેલા કરારથી તે ઘણી સારી અને મોટી ફિલ્મો સાઈન કરી શકતી ન હતી.

5 વર્ષની ટૂંકી કારકિર્દીમાં ચાંદનીએ લગભગ 10 ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ સનમ બેવફા અને હિના સિવાય તેની તમામ ફિલ્મો ફ્લોપ થઈ હતી. ચાંદનીએ 1996 માં યુ.એસ. માં રહેતા સતીષ શર્મા સાથે લગ્ન કર્યા અને વિદેશ સ્થાયી થઇ ગઈ હતી. તેનો અમેરિકામાં ડાન્સ ક્લાસ પણ છે. તેના ડાન્સ સ્ટુડિયોનું નામ સી સ્ટુડિયો રાખવામાં આવ્યું છે. જ્યાં તે ભારતીય નૃત્ય શીખવે છે. તેમને બે પુત્રી પણ છે. જેનું નામ કપૂર પરિવારની પુત્રીના નામ પર રાખવામાં આવ્યું છે.

તેની ફિલ્મી કારકીર્દિમાં અભિનેત્રી ચાંદનીએ ‘હિના’ (1991), ‘ઉંમર 55 કી દિલ બચપન કા’ (1992), ‘જાન સે પ્યારા’ (1992), ‘1942: એ લવ સ્ટોરી’ (1993), ‘જય કિશન’ (1994) , ‘ઇકે પે ઇકા’ (1994), ‘આજા સનમ’ (1994), ‘મી.આઝાદ ’(1994),‘ હાહાકાર ’(1996) માં કામ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here