એક ગામની બહાર બે સંત ઝુંપડી બનાવીને રહેતા હતા.. બંને સવારમાં અલગ અલગ ગામમાં જતા અને ભિક્ષા માંગીને લાવતા અને સાંજે ઝુંપડી પર આવી જતા. બાકીનો આખો દિવસ એમનો પ્રભુ ભક્તિ માં પસાર થતો.
એક દિવસ જ્યારે બંને સંત ભિક્ષા માંગી ને જ્યારે પોતાના ગામમાં આવ્યા ત્યારે ગામમાં આવેલી પોતાની ઝુંપડી વાવાઝોડાના કારણે અડધી તૂટી ગયી હતી. આ જોઈને એક સાધુને ખૂબ જ ગુસ્સો આવ્યો ને એ મનમાં ને મનમાં ભગવાનને સંભળાવવા લાગ્યો કે હું દરરોજ તમારા જાપ કરું છું ભગવાન. મંદિરમાં પૂજા કરું છું. છતાં મારું ઘર અડધું તૂટી ગયું અને ગામ ના જે ચોર લૂંટારા જેવા છે એમના ઘર હજુ પણ સલામત છે, આ તે કેવો ન્યાય ?
જ્યારે બીજા સાધુ મનોમન ભગવાનનો આભાર માનવા લાગ્યો. તે ખૂબ રાજી થયી ને કહેવા લાગ્યો હે ભગવાન આજે મને વિશ્વાસ થઈ ગયો કે તું અમને પ્રેમ કરે છે.. અમારા ભક્તિ અને પૂજા પાઠ વ્યર્થ નથી ગયા.. આટલા ભયંકર તુફાનમાં પણ તે અમારી અડધી ઝુંપડી બચાવી લીધી. હવે અમે આ અડધી ઝુંપડી માં પણ તારું નામ લેતા લેતા આરામ કરી શકીશું. તમારા પરનો મારો વિશ્વાસ આજે અનેક ઘણો વધી ગયો છે.
આપણે હંમેશા સકારાત્મક વિચાર સાથે પરિસ્થિતિ ને જોવી જોઈએ. અહી પહેલો સાધુ અડધી તૂટેલી ઝુંપડી જોઈ દુઃખી થાય છે જ્યારે બીજો સાધુ એજ અડધી તૂટેલી ઝુંપડી જોઈ ભગવાન નો આભાર માને છે કારણ કે તેને ભગવાન પર ભરોસો છે તે પરિસ્થિતિ ને સકારાત્મક રીતે જોવે છે.
બોધ:- આપણે આપણા ખરાબ સમયમાં નકારત્મક વાતો થી બચવું જોઈએ.. હમેંશા ભગવાન પર ભરોસો રાખવો જોઈએ કે ભગવાન સારા માટે જ કરી રહ્યો હશે… અમુક આપણા કુટુંબ કે આપણા ઘર પૂરતું દુઃખ આવતું હોય ને ત્યારે એમ ના વિચારવું કે ભગવાન કેમ મારા ઘરે જ આવું કરે છે.. બીજા તો સુખી છે અમને જ દુઃખી કરે છે.. તો એ આપણા મન નો વહેમ છે બધાની ઝુંપડી અડધી તૂટેલી જ હોય છે… પણ સાચો સુખી એજ હોય છે કે જે અડધી તૂટેલી ઝુંપડી ની પણ મોજ માણતો હોય….