આ મંદિરમાં આપવામાં આવતું દાન, બે ગણું થઈને પાછું મળે છે, લોકો ચડાવે છે હીરા, ઘરેણા, સોનાના બિસ્કીટ અને ડોલર

121

મંદિરમાં ભક્તોને ચડાવો ચડાવતા ઘણી વાર જોયું હશે, ભારતમાં એવા કેટલાય મંદિરો છે, જયા ભકતો કરોડોનું ઘન ભગવાનને અર્પિત કરે છે. કોઈ કોઈ મંદિરમાં તો દેવતાઓને શરાબ, ચાઈનીઝ ફુડ પણ અર્પણ કરવામાં આવે છે.

શું કોઈ મંદિરમાં ભક્તોને રોકડમાં ડોલર અર્પિત કરતા જોયા છે ? રાજસ્થાનમાં એક એવુ મંદિર છે જયા દેવતાને ડોલર ચડાવામાં આવે છે.

ચિતૌડગઢનું સાંવલિયા શેઠ મંદિર

ચિતૌડગઢ, રાજસ્થાનમાં આવેલું સાંવલિયા શેઠ મંદિરમાં રાજસ્થાનના વેપારી ડોલર, રૂપિયા, સોનું, ચાંદી, ઘરેણા અને ત્યાં સુધી કે સોનાના બિસ્કિટ પણ ચડાવે છે.

વેપારીઓ ભગવાનને માને છે પોતાના ભાગીદાર

જાણવા મળતી માહિતી અનુસાર આ મંદિરમાં રહેલા ભગવાનને વેપારીઓ પોતાના ભાગીદાર માને છે, લેણ-દેણ કરતા પહેલા વેપારીઓ અહીં માથું નમાવે છે અને નફો થયા પછી નફામાંથી અમુક ભાગ ભગવાનને ચડાવે છે.

મંદિરના ટ્રસ્ટ સાથે જોડાયેલા અધિકારીએ કહ્યું, દર મહીને અમાસના એક દિવસ પહેલા, કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મંદિરના દાનની પેટી ખોલવામાં આવે છે અને કેટલું દાન આવ્યું તેની જાણકારી લેવામાં આવે છે. અમારી ટીમમાં 200 લોકો છે જે બેસીને દાનમાં આવેલી વસ્તુઓનો હિસાબ કરે છે.

મંદિર બલુઆ પત્થરથી બનેલું છે અને મંદિરમાં રહેલા સાંવલિયા શેઠની મૂર્તિ કાળા પત્થરમાંથી બનેલી છે.

મીરાબાઈ સાથે છે કોઈ સંબધ ?

સ્થાનિક લોકોની માન્યતા છે કે સાંવલિયા શેઠનો સંબધ મીરાબાઈ સાથે છે. સાંવલિયા શેઠ જ મીરાબાઈના ગિરધર ગોપાલ છે.

મંદિરના ટ્રસ્ટ સાથે જોડાયેલા અધિકારીના જણાવ્યા અનુસાર, આ વખતે 1 કિલો ગ્રામના સોનાના બિસ્કિટ, સોના-ચાંદીના ઘરેણા અને 5.48 કરોડથી પણ વધુનું દાન રોકડ સ્વરૂપે મળ્યું છે. 100 ડોલરની 125 નોટ પણ મળી છે. લોકો આ મંદિરમાં કુરીયર દ્વારા પણ દાન કરે છે.

એવી પણ માન્યતા છે કે ભક્તો દાન પાત્રમાં જેટલું આપે છે, તેમને તેનુ બે ગણું પાછું મળે છે.

લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર

સાંવલિયા શેઠના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે. માનતા માને છે અને પૂરી થાય એટલે દિલ ખોલીને દાન આપે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અફીણ ની ખેતી કરતા ખેડુતોને સાંવલિયા શેઠમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે.

Previous articleસૈફ અલી ખાનનો પટૌડી પેલેસ છે ખૂબ જ આલીશાન, તેની કિંમત જાણીને ચોંકી જશો! જુઓ તેની શાનદાર તસવીરો
Next articleઆ પાનનો એક ચમચી પાવડર ભેળવી લો તમારા શાકમાં, ૩૦૦ જેટલી બીમારીઓ નહીં આવે તમારી આસપાસ