જમીન પર ચાલતા સાપને બધા જ લોકોએ જોયા હશે પરંતુ ઉડતા સાપને ભાગ્યે કોઈક વ્યક્તિએ જોયો હશે. આ સાપ ખૂબ ઝેરી ન હોવા છતાં, તેનો ડર વધારે લાગે છે. આ સાપની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે પાંખો ન હોવા છતાં આ સાપ કેવી રીતે ઉડે છે. તાજેતરના સંશોધનથી વૈજ્ઞાનિકોને ખબર પડી છે કે આ સાપ કેવી રીતે ઉડે છે.
“પૈરાડાઈસ ટ્રી” સાપ અને “ક્રિસોપેલિયા પારાડીસી સાપ” ઝાડની એક ડાળીમાંથી બીજી ડાળીમાં ઉડે છે. એટલું જ નહીં, ઘણી વખત આ સાપ આકાશમાં ઉડે છે અને જમીન પર ઉતરી જાય છે.
આ સાપ વિશિષ્ટ રીતે હવામાં ઉડતા હોય છે અને ઊડતી વખતે અંગ્રેજી અક્ષર ‘એસ’ બનાવે છે. આ પ્રક્રિયાને અનડ્યુલેશન કહેવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા, વિશિષ્ટ જાતિના સાપ હવામાં ઉડે છે. આ સાપને “ગ્લાઇડિંગ સાપ” પણ કહેવામાં આવે છે.
હવામાં ઉડતા સાપની કુલ 7 પ્રજાતિઓ વિષે સંશોધનકારોએ અભ્યાસ કર્યો. આ માટે તેઓએ હાઇ સ્પીડ કેમેરામાં સાપની ઉડવાની હિલચાલ રેકોર્ડ કરી. સંશોધનકારો જણાવે છે કે, તેમના શરીરને સીધુ કરી લેવું એ આ સાપની વિશેષતા છે. આ સાપ ઉડતા હોય ત્યારે હવામાં તરતા હોય એવું લાગે છે.
સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે, આ સાપ ઉડતી વખતે બે પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. પ્રથમ તેઓ વિશાળ કંપનવિસ્તાર વાળી તરંગ બનાવે છે અને પછી તેઓ નાના કંપનવિસ્તાર સાથે લંબાઈની તરંગ બનાવે છે. તેમની બધી પ્રવૃત્તિ એટલી ઝડપી છે કે, તેને આંખોથી સંપૂર્ણપણે જોવું શક્ય નથી.
ઉડતા સાપની આ પ્રજાતિઓ દક્ષિણપૂર્વ એશિયા સિવાય, ભારત, શ્રીલંકા, દક્ષિણ ચીન અને ફિલિપાઇન્સમાં પણ જોવા મળે છે. સામાન્ય રીતે આ સાપ તેના આહાર માટે ગરોળી, નાના જીવાણું, ચામાચીડીયા અને કેટલાક પક્ષીઓનો પણ શિકાર કરે છે. આ સાપનું ઝેર જીવલેણ નથી.