કોઈ પણ પ્રાણીનો વધ કરવો તે પાપ છે. એક વ્યક્તિ જે પ્રાણીની નિર્દયતા પૂર્વક હત્યા કરે છે અથવા તેને બિનજરૂરી રીતે મારે છે તો પછી એક દિવસ તેનુ ખરાબ ફળ સહન કરવુ પડે છે. શાસ્ત્રોમા ભાર મૂકવામા આવ્યો છે કે માણસોએ સાપને મારવાનુ ટાળવુ જોઈએ. જો કોઈ માનવી સાપને મારી નાખે છે તો તે ઘણા જન્મો સુધી તેને ઘણા વર્ષો સુધી પીડા સહન કરવી પડે છે.
જ્યોતિષ શાસ્ત્રમા એવુ પણ કહેવામા આવ્યુ છે કે સાપને મારવાવાળા અથવા તેને ત્રાસ આપવાવાળા વ્યક્તિ પાપથી છૂટકારો મેળવી શકતા નથી. એવુ કહેવામા આવે છે કે જે કોઈ પણ આ કરે છે તેમની કુંડળીમા આવતા જીવનમા કાલસર્પ નામનો યોગ રચાય છે. આ યોગને કારણે વ્યક્તિને જીવનમા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
બધા પ્રયત્નો છતા પણ નિષ્ફળતા તેમને છોડતી નથી. આવી સ્થિતિમા વ્યક્તિ આખી જીંદગી ચિંતિત રહે છે. આ કારણોસર પ્રયત્ન હંમેશાં થવો જોઈએ કે કોઈ પણ પ્રાણી આપણા કારણે ક્યારેય દુ:ખી અથવા નુકશાન પહોચે નહિ, કારણ કે અંતે આપણે તેનું ખરાબ ફળ ભોગવવુ પડે છે.
૧૮ પુરાણોમાંના એક ગરુડ પુરાણમા પણ કહેવામા આવ્યુ છે કે જે ઘરમા સાપ રહેતા હોય તેવુ ઘર વહેલી તકે છોડી દેવુ જોઈએ. કારણ કે તે ઘરના સભ્યની અકાળ મૃત્યુનુ કારણ બની શકે છે. સાપનુ સ્વપ્ન જોવુ તે ઘણી બાબતોને દર્શાવે છે જે ભવિષ્યમા બનશે. જો કોઈને સ્વપ્નમા કાળો સાપ દેખાય છે તો તેનો અર્થ એ કે આગામી સમયમા કંઈક સારું થવાનુ છે. સ્વપ્નમા સફેદ સાપનો દેખાવ પણ ખૂબ જ સારો ગણવામા આવે છે. આ ઘરની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે.