Homeધાર્મિકસાળંગપુરનો પ્રાચીન ઈતિહાસ અને મંદિરની મુર્તિ પાછળનો રસપ્રદ ઇતિહાસ

સાળંગપુરનો પ્રાચીન ઈતિહાસ અને મંદિરની મુર્તિ પાછળનો રસપ્રદ ઇતિહાસ

શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન દેવ. દરેક કષ્ટભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીનું સ્મરણ માત્ર તમને વિકટભરી પરિસ્થતિમાંથી ઉગારી લે છે. હનુમાન જયંતિ પર વિશેષ પાઠ અને દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા ભક્તજનો શ્રી હનુમાનના વિવિધ મંદિરે જાય છે. આવાજ એક વિખ્યાત અને કષ્ટનિવારક મંદિર વિશે જાણીએ.

આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા તેમજ જેમને ભુત-પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું ઉપયોગી તેમજ ચમત્કારી મનાય છે.

ગુજરાતના બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલ આ મંદિર માટે એમ કહેવાય છે કે ભુત-પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાથી મુક્તિ મળે છે. આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ લોકો અને મંદબુદ્ધિના લોકો પણ આ મંદિરમાં હનુમાનજીના દર્શનનો અવશ્ય લાભ લે છે.

ખાસ કરીને કાળી ચૌદસના દિવસે આ મંદિરમાં હનુમાનજીના આશીર્વાદ લેવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. ભુત પ્રેતાત્માથી ઉગારતા આ મંદિર માટે એવી વાયકા છે કે ભુત-પ્રેતાત્માથી પીડિત લોકો આ મંદિરમાં આવવાથી મંદિરનું પરિસર ધ્રુજવા લાગે છે.અને હનુમાનની મુર્તિના દર્શન માત્રથી ભાગી જાય છે. વળી,મંદિરમાં ચાલતો ધુમાડો શ્વાસમાં જતાં અને મંદિરમાં ચાલતા મંત્રોના ઉચ્ચારણથી ભુત-પ્રેત કાયમ માટે નાસી જાય છે. સાળંગપુર મંદિર આશરે 150 વર્ષ કરતાં પણ જૂનું છે. તેની સ્થાપના પણ જાણે શ્રધ્ધાળુઓનું કષ્ટ હરવા માટે થઈ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી સ્વામી સહજાનંદ ઘણુંખરૂં ગઢડામાં રહેતા હતા. તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુકત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા.

સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા કરતા,તેમની ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભકિત કરતા રહ્યા. એવી લોકવાયકા છે કે આજથી 150 વર્ષ પહેલાં સાળંગપુરમાં ભારે દુકાળ પડ્યો હતો.પ્રાણી હોય કે મનુષ્ય પાણી વિના દરેકની હાલત દયનીય બની. આ દુકાળ સાળંગપુર આખાને ભરખી લેશે તેમ જણાતું.

આ સમયે વાધા ખાચરે શ્રી ગોપાલાનંદ સ્વામીને વિનંતી કરતાં કહયુ કે સ્વામી અમારે તો બે પ્રકારના દુકાળ પડ્યાં છે. એક ત્રણ વરસથી વરસાદ નથી થયો. બીજુ આ બોટાદ અને કરિયાણીના દરબારો સમૃધ્ધ હોવાથી તેઓ સંતોને ત્યાં રોકી રાખે છે.જેથી અમોને સત્સંગનો લાભ નથી મળતો. આ સાંભળી ગોપાળાનંદજી ગંભીર બની ગયા. તેમણે કહ્યુ :”ભીડ ભાંગે એવા હનુમાનજીની પ્રતિષ્ઠા કરી આપુ.” સ્વામી ગોપાલાનંદે વાધાખાચરને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું.

તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી. વાધા ખાચરને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું. અને સ્વામીજીએ કડિયાને કહ્યુ : “આમાં એવી મૂર્તિ કંડાર કે વિશ્વમાં તેની નામના થાય.”

ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને વિ.સ૧૯૦૫(ઈ.સ.૧૮૫૦) ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો-વિદ્રાનો, બ્રાહ્મણો, હરિભકતોને આંમત્રિત કર્યા. ભવ્ય મહોત્સવમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી.

આરતી સમયે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મુર્તિ સામે ત્રાટક વિધિ કરતાં ઊભા છે. પોતે સંકલ્પ કરે છે : “આ મુર્તિમાં હનુમાનજી મહારાજ આવિર્ભાવ થાઓ. ત્યારે આરતીના પાંચમા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી. ગોપાળસ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યોનાં દુઃખ દુર કરજો, પીડિતોને સર્વ પ્રકાર મુકત કરી એમના ઉધ્ધાર કરજો.

મુર્તિ તો હજુ સુધી ધ્રુજતી જ હતી તેથી ભકતોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રીમદનમોહનજી મહારાજનું માહાત્મય ધટી જશે માટે માટે મુર્તિ ધ્રુજતી બંધ કરો, ત્યારથી આ મુર્તિ ભક્તોના કષ્ટ નિવારવા લાગી સાળંગપુરના હનુમાનનું નામ “કષ્ટભંજન દેવ” પડી ગયું.

સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ.1900 ) શરૂ થયું, વધુ ને વધુ શ્રધ્ધાળુઓ આ મંદિરનો લાભ લઈ શકે એ માટે ઈ.સ1956માં શરૂ થયેલ વ્યવસ્થિત બાંધકામ આજે ઈ. સ.2011 સુધીમાં આ મંદિરને વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે, તો ચાલો મંદિર અંગે વિગતે જાણીએ.

આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે, જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે. સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે. જે બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લા રહે છે.

ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખૂલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે. બધી જ જાતિના અને ધર્મના લોકો અહીં દર્શન કરવા આવે છે. દેશના જુદા જુદા વિભાગોમાંથી અને રાજયોમાંથી આવેલા ભક્તોની મનની મુરાદ અહીં પૂરી થાય છે.

એવું કહેવાય છે કે દુષ્ટાત્માઓ કે પ્રેતાત્માઓથી પીડાતા ભક્તોનો પણ અહીં આવી દર્શન કરવાથી છુટકારો થાય છે. પ્રેતાત્માવાળી વ્યકિત મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ ધ્રૂજવા લાગે છે. ભગવાનની મૂર્તિ સામે આવતાં જ અને ધૂપનો ધુમાડો તેના શ્વાસમાં જતાં તેમજ હનુમાનજીના મંત્રો ભણતાં જ પ્રેતાત્મા નાસી જાય છે.

આ મંદિરની પાસે જ ધર્મશાળા આવેલી છે, જેમાં 50 રૂમો છે. ત્યાં રહેનાર ભક્તોને મફત જમાડવામાં આવે છે.

ભક્તોને જે ઈચ્છા હોય તે ભગવાનને આપે. મંદિરના સ્થાનક પાસે જ ગૌશાળાછે. મંદિરની કમિટી પાસે 600 એકર જમીન ઈનામમાં મેળવેલી છે. જેમાં 200 એકરમાં મંદિર તરફથી ખેતી કરી અનાજ ઉગાડવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે. તેમાં સ્વામી સહજાનંદ, સ્વામી યજ્ઞ પુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીનાં પગલાં છે,ગાડું ય છે અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે. આમ સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે. હું એકવાર દર્શને જઈ આવ્યો છું.આપ પણ જશો જ. દિવ્ય અનુભૂતિ આપની રાહ જુએ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments