આ પાનનો એક ચમચી પાવડર ભેળવી લો તમારા શાકમાં, ૩૦૦ જેટલી બીમારીઓ નહીં આવે તમારી આસપાસ

249

અતિ ઉપયોગી, તંદુરસ્તી માટે ઉત્તમ, સરગવાના પાનનો ઉપયોગ આપણે રોજિંદી રસોઈ માં કરીએ તો એનો મહત્તમ લાભ મેળવી શકાય છે. આપ સહુ ને આ માહિતી ઉપયોગી થાય એ આશય થી અહીંયા શેયર કરીએ છીએ.

સરગવાના નાં પાન નો ઉપયોગ..

સરગવા નાં પાન ધોઈને ઘરમાં સુકવવા (તડકા માં ન સૂકવવા) પછી બરાબર સુકાય જાય એટલે મિક્સરમાં એનો પાવડર કરી નાખવો .આ પાવડર આપણે દાળ, શાક,(બની ગયા પછી 1 ચમચી જેટલો ઉમેરવો) થેપલા, પરાઠા મા અને ભજીયા, ગોટા કરીયે એમાં મિક્સ કરીને ખાવાથી ઘર નાં બધા સભ્યોની તંદુરસ્તી જળવાઈ રહે છે અને સ્વાદ માં પણ કઈ ફરક પડતો નથી. સરગવા ની સિંગો નો તો આપણે શાક બનાવવા માં અને અન્ય રીતે ઉપિયોગ કરીએ જ છીએ, પણ એના પાન પણ ખુબ જ ઉપિયોગી છે.

સરગવાના પાનમાં રહેલ ગુણો..

નિયમિત સરગવાના પાનના ચૂર્ણ નું સેવન કરવાથી થતાં ફાયદા..

સ્નાયુઓ તેમજ સાંધાના દુઃખાવામાં રાહત મળે છે. ડાયાબિટીસમાં સુગર નિયંત્રિત કરે છે. બ્લડ પ્રેશર તથા કોલેસ્ટેરોલ નિયંત્રિત કરે છે. પાચનક્રિયા સુધારી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવા પેટનાં રોગોમાં રાહત મળે છે.

સવાર-સાંજ સરગવાનો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે. તેના પાંદડાઓના રસના સેવનથી ધીમે ધીમે સ્થૂળતા ઘટે છે. તેની છાલના ઉકાળાથી કોગળા કરવાથી દાંતના કીડા નાશ પામે છે અને પીડાથી રાહત મળે છે. તેના કુમળા પાનનું શાક ખાવાથી કબજિયાત મટે છે.

આંખ અને કાનનાં ઈન્ફેક્શનમાં ફાયદો થાય છે. માથાનો દુઃખાવો અને અનિંદ્રામાં ફાયદો થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. કેન્સર થવાનાં જોખમને અટકાવે છે. વધતી ઉંમરનાં લક્ષણોને છુપાવે છે.

સરગવાની શીંગોનું શાક ખાવાથી જૂનો સંધિવા, સાંધાનો દુખાવો, વાયુ સંચય, વગેરે રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. તેના તાજા પાનનો રસ કાનમાં નાખવાથી દુઃખાવો મટે છે. તેમજ તેની શાકભાજી ખાવાથી કિડની અને મૂત્રાશયની પથરી દૂર થાય છે. તેના મૂળની છાલ, સિંધવ મીઠું અને હિંગનો ઉકાળો પીવાથી પિત્તાશયની પથરીમાં ફાયદો થાય છે. સરગવાના પાનનો રસ બાળકોના પેટના કીડા દૂર કરે છે અને ઝાડા-ઉલટીથી પણ બચાવે છે.

સરગવા નાં પાન ઉપરાંત ફૂલ, સિંગ, છાલ, બધા નો ઉપિયોગ દવા માં થાય છે.આ સરગવો લગભગ ૩૦૦ જેટલી બીમારી ઓ દૂર કરે છે. આ ખુબજ ગુણકારી સરાગવા નો ઉપયોગ આપણે કરીએ તો ધણા રોગો થી બચી શકાય છે. મારી આ માહિતી તમને બધાને ઉપયોગી થશે એવી આશા રાખીએ છીએ.

Previous articleઆ મંદિરમાં આપવામાં આવતું દાન, બે ગણું થઈને પાછું મળે છે, લોકો ચડાવે છે હીરા, ઘરેણા, સોનાના બિસ્કીટ અને ડોલર
Next articleપારનેરા ડુંગર પર પહેલી ત્રીમુખી ચામુંડા માતા, આજે પણ મળે માતાજીના પરચા