Homeહેલ્થરાયના તેલના આ શ્રેષ્ઠ ફાયદા જાણીને તમે પણ તેનો ઉપયોગ કરવાનું શરુ...

રાયના તેલના આ શ્રેષ્ઠ ફાયદા જાણીને તમે પણ તેનો ઉપયોગ કરવાનું શરુ કરી દેશો.

જો તમે સરસવના તેલનો ઉપયોગ કરવાનુ ટાળો છો તો પછી તમે તેના આરોગ્ય ગુણધર્મો, આરોગ્ય અને સૌન્દર્ય લાભોને જાણ્યા પછી તરત જ તેનો ઉપયોગ કરવા લાગશો. તો ચાલો જાણીએ સરસવના તેલના શ્રેષ્ઠ ફાયદા વિષે.

૧) સરસવનુ તેલ ખૂબ પૌષ્ટિક માનવામા આવે છે તેથી તેનો ઉપયોગ રસોઈ માટે પણ થાય છે. તેને અત્યંત ફાયદાકારક માનવામા આવે છે.

૨) સરસવના તેલની માલિશ કરવાથી શરીરના સ્નાયુઓ મજબૂત થાય છે અને લોહીનુ પરિભ્રમણ સુધરે છે. તે શરીરમાં હૂંફ બનાવવા માટે મદદગાર છે.

૩) સરસવના તેલમાં મીઠું ભભરાવવી દાંત ઉપર ધસવાથી દુખાવામા રાહત થાય છે અને સાથે-સાથે દાંત પહેલા કરતા વધુ મજબૂત બને છે.

૪) ત્વચા સંબંધિત સમસ્યાઓમા પણ ખૂબ ફાયદાકારક છે. તે શરીરના કોઈપણ ભાગમા ધાધર વધતી અટકાવે છે અને ત્વચાને સ્વસ્થ અને ચળકતી બનાવે છે.

૫) તે વાળના મૂળને પોષણ આપે છે અને લોહીનુ પરિભ્રમણ વધારે છે જેનાથી વાળ ખરતા બંધ થાય છે. તેમા ઓલેક એસિડ અને લિનોલીક એસિડ હોય છે જે વાળના વિકાસમા વધારો કરવા માટે સારા હોય છે.

૬) ઘણા સરસવના તેલનો ઉપયોગ ટોનિક તરીકે પણ થાય છે. તે શરીરની ક્ષમતામા વધારો કરીને શરીરની નબળાઇ દૂર કરવામા મદદ કરે છે. આ તેલની માલિશ કર્યા પછી નહાવાથી શરીર અને ત્વચા બંને સ્વસ્થ રહે છે.

૭) સરસવના તેલની માલિશ કરવાથી સંધિવા અને સાંધાનો દુખાવા મટે છે.

૮) તેમા વિટામિન-E સારી માત્રામા જોવા મળે છે. જે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણો અને પ્રદુષણથી સુરક્ષિત કરે છે. તે કરચલીઓથી પણ વધુ રાહત આપે છે.

૯) જો તમે ભૂખ ન લાગવા પર પણ સરસવનુ તેલ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો ભૂખ ન લાગે તો રસોઈમા સરસવના તેલનો ઉપયોગ કરવો જે ફાયદાકારક છે. તે શરીરમાં પાચક શક્તિ સુધારવામા ફાયદાકારક છે.

૧૦) સરસવના તેલનો ઉપયોગ કરવાથી હાર્ટએટેકનુ જોખમ ઘટી જાય છે. તેથી તમારે તમારા ખોરાકમા સરસવના તેલનો સમાવેશ કરવો જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments