જો આપણો આખો દિવસ તાજી સવારની તાજગીથી ભરેલો હોય તો આપણને ખુબજ ગમે છે પણ જો આપણી સવાર સારી ન જાય તો આપણે આખો દિવસ આળસુ રહીએ છીએ, અને તે આપણા કામને પણ અસર કરે છે. જો આપણ ને સવારે કસરત, ધ્યાન અને યોગ કરવાની જેવી આદતો હોય તો આપણી સવાર ખુબજ સારી જાય છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો એવી કેટલીક આદતો છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ છે. એટલા માટે કેટલાક કાર્યો છે જે સવારે ન કરવા જોઈએ.
૧) મોટાભાગના લોકોને સવારે મોડે સુધી સૂવાની ટેવ હોય છે, તેઓએ સૂર્ય નીકળતા પહેલા પલંગ છોડી દેવો જોઈએ. કેટલાક લોકો સવારે ઉઠ્યા પછી પણ અહીં અને ત્યાં સૂવે છે. તેનાથી તમારા શરીરમાં આળસ થાય છે અને તમે સવારે ઉઠ્યા પછી પણ તાજગી અનુભવતા નથી. આ ટેવ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારી નથી.
૨) ઘણાલોકો સવારે ઉઠતાની સાથે જ કોફી પીતા હોય છે. પરંતુ કોફી ક્યારેય ખાલી પેટ પર ન લેવી જોઈએ. કંઇક ખાધા પછી અથવા કામ શરૂ કર્યા પછી જ કોફી પીવી જોઈએ. સવારે કોફી પીવાથી કાર્ટિસોલ નામના હોર્મોનનું સ્તર વધે છે, જેનાથી શરીરની ચરબી વધે છે.
૩) ધૂમ્રપાન આરોગ્ય માટે હાનિકારક છે. પરંતુ ધૂમ્રપાન કરનારાઓ તેના વ્યસની હોય છે. કેટલાક લોકો સવારે ઉઠે છે અને પહેલા ધૂમ્રપાન કરે છે અને પછી ફ્રેશ થવા જાય છે, પરંતુ સવારે ધૂમ્રપાન કરવું ખૂબ નુકસાનકારક છે. આનાથી કેન્સર થવાનું જોખમ ખૂબ વધી જાય છે.
૪) સવારે ક્યારેય પણ મસાલાવાળું અને તળેલું ખાવું જોઈએ. સવારે હળવા પરંતુ પૌષ્ટિક આહાર લેવો જોઈએ જે તમને કામ કરવાની ઉર્જા આપે છે. લોકો ઉતાવળમાં સવારનો નાસ્તો લીધા વિના ઘરની બહાર નીકળી જાય છે, પરંતુ સવારનો નાસ્તો ક્યારેય ભૂલવો ન જોઇએ.
૫) હસતાં-હસતાં સવારની શરૂઆત કરો. સવારે કોઈએ પણ દલીલ કરવાથી બચવું જોઈએ. સવારે લડવું, દિવસભર ખરાબ મૂડનું કારણ બને છે. અને તે સીધી તમારા કામને અસર કરે છે.