Homeસ્ટોરીચાર ધોરણ ભણેલો આ વ્યક્તિ છે 6,000 કરોડનો માલિક, એક નાની શરૂઆતથી...

ચાર ધોરણ ભણેલો આ વ્યક્તિ છે 6,000 કરોડનો માલિક, એક નાની શરૂઆતથી 50 દેશોમાં ફેલાયું છે સામ્રાજ્ય

કેટલીક કહાનીઓ ચમક-દમકથી ભરેલી હોય છે અને લાગે છે કે એ સપનામાં બનાવેલી છે. એક તરફ દેશમાં એન્જિનિયરો અને ડોક્ટરોને નોકરી નથી મળી રહી, બીજી બાજુ ચોથા ધોરણ સુધી ભણીને અભ્યાસ છોડીને વ્યક્તિ અબજોપતિ બને છે. ગુજરાતની આ વ્યક્તિએ એવું કરી બતાવ્યું છે જેની કલ્પના પણ ન કરી શકાય. તેમની સામે આવેલા તમામ મુશ્કેલીઓને દૂર કરીને, આજે તેઓ તેમના પુરુષાર્થથી નવી પેઢી માટે પ્રેરણારૂપ બની ગયા છે. તેમની કંપની આજે 6000 કરોડ રૂપિયાની નિકાસ કરે છે. ભારતમાં સૌથી સુખી કર્મચારીઓ આ કંપનીના છે જેમને ફ્લેટ, કાર અને ઘરેણાં બોનસ તરીકે મળે છે.

આ કહાની ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામના સવજી ધોળકિયાની છે. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. આ વિસ્તાર સૌરાષ્ટ્રમાં આવેલો હોવાથી દુષ્કાળગ્રસ્ત વિસ્તાર હતો. તેના પિતા તેમના પરિવારનો ખર્ચ માંડ માંડ કરીને પૂરો કરી શકતા હતા. તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં પસાર થયું હતું. ગરીબી અને અભાવમાં જીવતા હોવા છતાં, સવજીને ખાતરી હતી કે એક દિવસ આવશે જ્યારે એ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરશે.

દિવસો પસાર થયા પણ ઘરની પરિસ્થિતિ વિકટ રહી. બદલાતી હવામાન પરિસ્થિતિઓ ગુજરાતના ખેડૂતોની ગરીબી માટે જવાબદાર છે, જેના કારણે અહીં સારી ઉપજ મળતી નથી. જ્યારે સવજી તેર વર્ષના હતા, ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે અત્યારે પ્રવર્તતી પરિસ્થિતિઓ કાયમ માટે આવી નહીં રહે. અને તેણે તેના પિતાને કહ્યું કે હવે તે પોતાનો અભ્યાસ છોડી દેશે. તેનો વિચાર સાંભળીને તેના પિતા ખૂબ ગુસ્સે થયા અને તેને ખૂબ ઠપકો આપ્યો. પરંતુ સવજી મક્કમ હતા કે તેઓ તેમના પરિવાર અને પોતાના માટે સારું જીવન બનાવવા માગે છે. પછી તે પોતાનો ચોથો ધોરણનો અભ્યાસ છોડીને સુરતમાં તેના કાકાના ઘરે આવ્યો અને હીરા કારખાનામાં હીરા ઘસવાનું શીખીને કામ કરવા લાગ્યો.

તેમના માતાપિતાના પ્રોત્સાહન પછી, સવજી સુરત ગયા અને હીરાના વ્યવસાયમાં હીરા ઘસનાર કારીગર તરીકે કામ શરૂ કર્યું. તેમને ખૂબ જ ઓછુ કામ થતું હતું. તેમને માત્ર એટલો જ પગાર મળતો, જે માત્ર તેમના રહેવા અને ખાવાના ખર્ચને પૂરો કરી શકે. પરંતુ આ વ્યવસાય વિશે પાયાનું જ્ઞાન લેવુ એ તેમના માટે મોટી વાત હતી. સવજી એક ઉત્સાહી કારીગર હતા અને ખૂબ જ જલ્દી તેમણે પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માટે તમામ માહિતી ભેગી કરી.

1984 માં, સવજીએ તેના બે ભાઈઓ સાથે મળીને પોતાનો નાનો હીરા પોલિશિંગનો વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતમાં, તેને બહુ ઓછા ઓર્ડર મળ્યા કારણ કે આ વ્યવસાયમાં ઘણા મોટા ખેલાડીઓ હતા. સવજીએ આ વ્યવસાયમાં રહેવા માટે ખૂબ જ મહેનત કરી અને 1992 માં તેણે પોતાની કંપની ખોલી અને પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નહીં.

વર્ષ પછી વર્ષ પસાર થયું અને સવજીની કંપની દિવસે ને દિવસે વધતી ગઈ અને તેમને ખુબજ મોટો નફો કર્યો. તેઓ ઘણીવાર સારું કામ કરતા કર્મચારીઓ શોધીને તેમને નોકરી આપે છે. સવજી પ્રામાણિકતા અને પ્રતિભાની પ્રશંસા કરે છે. સવજી ત્યારે પ્રસિદ્ધિમાં આવ્યા હતા જ્યારે તેમણે 2014 માં તેમના કેટલાક પસંદ કરેલા 1200 કર્મચારીઓને ફ્લેટ, કાર અને ઘરેણાના રૂપમાં લગભગ 50 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું હતું.

સવજી માને છે કે તમારી ટીમ તમને તમારા લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરે છે અને તેથી તેમને તેમના નફાનો યોગ્ય હિસ્સો મળવો જોઈએ. તેમની કંપની મુંબઈથી સીધા 50 દેશોમાં હીરાની નિકાસ કરે છે. તેના બધા કર્મચારીઓ ખુશ છે કે નહીં તે તપાસવા માટે, તે દરરોજ કંપનીના સૂચન બોક્સને ચેક કરે છે અને તેના કર્મચારીઓની ફરિયાદો ધ્યાનથી સાંભળે છે.

સવજીભાઈએ માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે પણ તેઓ મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિથી આગળ વધ્યા અને એવા પરાક્રમો કર્યા કે જેની સૌથી મોટા ડિગ્રી ધારકો પણ તેમના સપનામાં કલ્પના પણ ન કરી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments