આરામની થોડી ક્ષણો વિતાવવા અને મનને શાંત રાખવા માટે ફરવા કરતા બીજુ શું સારુ હોઈ શકે. ભીડથી દૂર પોતાની સાથે સમય પસાર કરવા કોઈ એક ટાપુ પર જઈ શકાય છે. ટાપુનુ નામ સાંભળતાની સાથે જ લીલા અને શાંતિપૂર્ણ વાતાવરણનો દ્રશ્ય ઉભરી આવે છે પરંતુ આજે અમે તમને એક ડરામણા ટાપુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યા ૩૦૦ થી વધુ વહાણો ડૂબી ગયા છે.
અમે અહીં સેબલ આઇલેન્ડ વિશે વાત કરી રહ્યા છીએ જે એટલાન્ટિક મહાસાગરમા સ્થિત છે. આ ટાપુની મુલાકાત લેતા લોકો માટે આ ટાપુ રહસ્યથી ભરેલ છે. દરિયાના કબ્રસ્તાન નામ તરીકે ઓળખાતો આ ટાપુ ૪૨ કિમી લાંબો અને ૧.૫ કિમી પહોળો છે.
એટલાન્ટિંકના આ કબ્રસ્તાન મા ગાઢ કીચડ અને સમુદ્ર જેવી દેખાતી રેતીને કારણે, મોટાભાગના વહાણો જળમા ફસાઈ જાય છે. આગળની તરફથી ફૂલ ઝડપે આગળ વધે તો અકસ્માત થઈ જાય છે. આને કારણે અહી આવતા જહાજને બચીને અહીંથી નીકળવુ મુશ્કેલ છે.
સેબલ આઇલેન્ડને જંગલી ઘોડાઓના ઘર તરીકે પણ ઓળખવામા આવે છે. નોવા સ્કોટીયાથી લગભગ ૧૦૦ માઇલ સ્થિત આ ટાપુથી પોતાને બચાવવા માટે વહાણો હવે તેની દરિયાઇ સીમાથી દૂર પસાર થાય છે. આ સાથે સેબલ આઇલેન્ડની બીજી વિશેષતા એ છે કે અહી પક્ષીઓની ૩૦૦ થી વધુ જાતિઓ છે.