આજના સમયમાં સેલ્ફીનો ક્રેઝ દરેક લોકોમાં જોવા મળી રહ્યો છે. વિકસતા મોબાઇલ ફોન અને તેના કેમેરાની સુધરતી ગુણવતાએ લોકોને પોતાનાં ફોટા પાડવા માટે પ્રોત્સાહિત કર્યા છે. પરંતુ શું તમે સેલ્ફીના ઇતિહાસ વિશે જાણો છો? તમને આ જાણીને આશ્ચર્ય થશે કે, વિશ્વમાં પહેલી સેલ્ફી આજથી દોઢ સદી પહેલા પાડવમાં આવી હતી.
વર્ષ 1850 માં વિશ્વમાં પ્રથમ સેલ્ફી પાડવામાં આવી હતી. જો કે, તે સેલ્ફી આજની જેમ ચમકતી સેલ્ફી નહોતી, પરંતુ એક સેલ્ફ પોટ્રેટ હતી. આ સેલ્ફી ‘સ્વીડિશ આર્ટ ફોટોગ્રાફર ઓસ્કર ગુસ્તેવ રેજલેન્ડર’ની છે. આ સેલ્ફ પોટ્રેટને ઉત્તર યોર્કશાયરના મોર્ફેટ્સ હેરોગેટએ 70,000 પાઉંડ એટલે કે લગભગ 66.5 લાખ રૂપિયામાં હરજી કરી હતી.
એવો પણ એક દાવો કરવામાં આવે છે કે, પહેલી સેલ્ફી 1839 માં પાડવામાં આવી હતી. અમેરિકન ફોટોગ્રાફર રોબર્ટ કોરનેલિયસએ આ સેલ્ફી પાડી હતી. તેમણે તેનો કેમેરાથી તેનો ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો હતો.
મોબાઈલ ફોનમાંથી પોતાના દ્વારા પાડવામાં આવતા ફોટાને સામાન્ય રીતે સેલ્ફી કહેવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ શબ્દનો વ્યાપ ખુબ વધ્યો છે. સેલ્ફી શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ 13 સપ્ટેમ્બર 2002 માં ઓસ્ટ્રેલિયન વેબસાઇટ ફોરમ એબીસી ઓનલાઇન દ્વારા કરવામાં આવ્યો હતો. ટાઇમ મેગેઝિનએ વર્ષ 2012 ના 10 મૂળ શબ્દોમાં સેલ્ફી શબ્દને સ્થાન આપ્યું. ઓક્સફર્ડ ડિક્શનરીએ વર્ષ 2013 માં સેલ્ફી શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કર્યો.
માનવામાં આવે છે કે, સેલ્ફી લેવાની શરૂઆત વર્ષ 2011 થી થઈ. મકાઉ જાતિના એક વાંદરાએ ઈન્ડોનેશિયાના બ્રિટિશ વન્યજીવનના ફોટોગ્રાફર ડેવિડ સ્લેટરીના કેમેરાનું બટન દબાવીને સેલ્ફી લીધી હતી.