પ્રથમ વખત સેકસનો અનુભવ કરવા જઈ રહ્યા છો. તો જાણવી જરૂરી છે આવી કેટલીક બાબતો…

0
115

જે લોકો ડાયાબિટીઝથી પીડિત હોય છે, તે લગ્ન પછી અથવા સંબંધોમાં આવ્યા પછી, સેક્સને સમ્બન્ધિત ઘણી સમસ્યાઓની ચિંતા કરતા હોય છે.

સેક્સને લગતી ઘણા પ્રકારની મૂંઝવણ દરેકના મગજમાં રહે છે. હવે, જો વાત કરીયે તો, જે આનુવંશિક કારણોને લીધે ડાયાબિટીઝથી પીડિત છે, તેવા લોકો લગ્ન પછી અથવા સંબંધોમાં આવ્યા પછી, સેક્સને સમ્બન્ધિત ઘણી સમસ્યાઓની ચિંતા કરતા હોય છે.

સેક્સ દરમ્યાન દર્દ ને લીધે પણ કેટલીક વખત સેક્સ વિશે ચિંતા થાય છે. એક સંશોધન મુજબ, દસમાંથી એક મહિલા સેક્સ દરમિયાન પીડા અનુભવે છે. આના ઘણા કારણો હોઈ શકે છે, મુખ્યત્વે ચિંતા, ગભરાટ અને સ્વાસ્થ્યની કેટલીક સમસ્યા.

18 થી 24 વર્ષની યુવક અને યુવતીઓ કે જેઓ પહેલી વાર સેક્સનો અનુભવ કરવા જઈ રહ્યા છે, તેઓએ આ 4 વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ.

સેક્સ માટે ઉતાવળ ન કરો

સેક્સ માટે ક્યારેય ઉતાવળ કરવી જોઈએ નહીં. જો તમે ઉતાવળ કરો છો, તો તે પીડાદાયક બની શકે છે. તેને દૂર કરવા માટે, પહેલા તમારા જીવનસાથી સાથે વાત કરો અને તેને આ વિશે જણાવો. તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક રૂપે જોડાવાનો પ્રયાસ કરો. ખુલ્લી રીતે વાત કરવાથી અને સેક્સ વિશેની વાતચીત કરવાથી આનંદમાં વધારો થાય છે.

કોન્ડોમ વિશે વાત કરો

સેક્સ દરમિયાન કોઈ પણ પ્રકારના ચેપથી બચવા અને પીડાને ટાળવા માટે કોન્ડોમનો ઉપયોગ કરી શકાય છે. કેટલીકવાર સ્ત્રીઓમાં ગર્ભાવસ્થાના ડર ને કારણે સંકોચન થાય છે અને તેનાથી પીડા પણ થાય છે. તેથી આપણે તેના વિશે જીવનસાથી સાથે વાત કરવી જોઈએ અને કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ. તેનો ઉપયોગ કરીને, તમે કોઈપણ ટેન્સન વિના આરામથી સેક્સ કરી શકો છો.

તનાવ અને ચિંતા ટાળો

જો સેક્સ દરમિયાન એક કે બે વાર દુખાવો થાય છે, તો પછીએ કોઈ ગંભીર સમસ્યા નથી. જયારે તમને દર વખતે દર્દ થાય છે તો એ સમસ્યા છે, જો દર્દ દર વખતે થાય છે, તો તે સેક્સ સંબંધિત સમસ્યા હોઈ શકે છે. આનું એક કારણ ક્યારેક ચિંતા કે પછી તણાવ હોઈ શકે છે. ચિંતા અથવા તણાવથી બચવું જોઈએ.

ડોક્ટરની સલાહ લેવી જોઈએ

જો તમને સેક્સ દરમિયાન દર વખતે દુખાવો થાય છે, તો તેના વિશે તમારા ડોક્ટર સાથે વાત કરો. જો તમારા પરિવારમાં ડાયાબિટીઝનો કોઈ ઇતિહાસ છે, તો પછી તેની તપાસ કરાવો. ડોક્ટરની સલાહથી, તમે નિદાન કરી શકો છો કે આ સમસ્યા કયા કારણોસર થાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે, યોગ્ય સમય પર સારવાર કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here