અમીર પરિવારોમાંના આ બોલીવુડ સ્ટાર્સ જીવે છે રાજા મહારાજાઓ જેવી શાહી જીવનશૈલી.

0
239

તમે એવા ઘણા કલાકારોની લાઈફ વિશે સાંભળ્યું જ હશે, જે ખૂબ જ મહેનત કર્યા બાદ બોલીવુડ સુધી પહોંચ્યા હોય. કેટલીકવાર તેઓને ભૂખ્યા રહેવું પડતું હતું તો કેટલીકવાર તેઓને રસ્તા પર જીવન જીવવાની ફરજ પડી હતી. પરંતુ બોલિવૂડમાં કેટલાક એવા કલાકારો પણ છે, જેઓ મોંઢામાં ચાંદીના ચમચી લઈને જન્મ્યા હતા. આજે અમે તમને આવા જ કેટલાક કલાકારો વિશે જણાવીશું, જેમનો ઉછેર ખૂબ જ ધનિક પરિવારોમાં થયો હતો.

1) અરૂણોદય સિંહ :-

જિસ્મ 2, મોહન જોદડો, બ્લેકમેલ અને સિકંદર જેવી ફિલ્મોમાં દેખાઈ ચુકેલા અભિનેતા અરૂણોદય સિંહ બોલિવૂડમાં ખાસ ઓળખ બનાવી શક્યા નથી, પરંતુ તે તેની શાહી જિંદગીને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. અરૂણોદયના દાદા અર્જુનસિંહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા. તેમના પિતા અજય સિંહ કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા છે. અરૂણોદયનો ઉછેરે ખુબ જ ધનિક પરિવારોમાં થયો હતો અને આજે પણ તે રાજવી જીવન જીવે છે.

2) અદિતિ રાવ હૈદરી :-

અભિનેત્રી અદિતિ રાવ હૈદરી રાજા-મહારાજાના પરિવારોમાની એક છે. અદિતિના પરદાદા અકબર હૈદરી વર્ષ 1869 થી 1941 દરમિયાન હૈદરાબાદના વડા પ્રધાન હતા. આ ઉપરાંત અદિતિ મોહમ્મદ સાલેહ અકબર હૈદરીની ભત્રીજી છે. જે આસામના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે. અદિતિના નાના રાજા જે. રામેશ્વર રાવે તેલંગાણામાં વનાપર્થી પર શાસન કર્યું હતું, અને શાંતા રામેશ્વર રાવ હૈદરાબાદના જાણીતા શિક્ષણવિદ્ સાથે ઓરિએન્ટ બ્લેકસ્વાન પબ્લિશિંગ હાઉસના અધ્યક્ષ હતા. 

3) સૈફ અલી ખાન :-

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન ‘પટૌડીના નવાબ’ છે. આ વારસો તેમને તેમના પિતા નવાબ મોહમ્મદ મન્સુર અલી ખાન સિદ્દીકી પટૌડી બાદ મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈફ અલી ખાન પાસે ભોપાલમાં પટૌડી ખાનદાનની લગભગ 5000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ સિવાય ગુરુગ્રામ, દિલ્હી અને મુંબઇમાં સૈફ અલી ખાનની ઘણી સંપત્તિ છે. જો કે સૈફ અલી ખાન આલીશાન ની જગ્યાએ સામાન્ય જીવન જીવે છે.

4) રણવીર સિંહ :-

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે હંમેશા તેની ફિલ્મોને કારણે વર્ચસ્વ જમાવ્યું છે. તેની અનોખી શૈલી તેને અન્ય કલાકારોથી અલગ રાખે છે. રણવીરના સંઘર્ષ વિશે તમે ઘણી કહાનીઓ વાંચી હશે, પરંતુ સત્ય એ છે કે, તે એક ધનિક પરિવારોમાંના એક છે. રણવીર સિંહના પિતા જગજીત સિંહ એક મોટા અને જાણીતા રીઅલ સ્ટેટ બિઝનેસમેન છે.

5) રિતેશ દેશમુખ :-

રિતેશ દેશમુખનો જન્મ આ બોલિવૂડ સ્ટાર્સ જેવા શાહી પરિવારમાં જ થયો હતો. તેમના પિતા વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તેમના ભાઈ એક રાજનેતા છે. જોકે રિતેશ રાજકારણથી દૂર રહે છે, પરંતુ તે આજે પણ તેના પરિવાર સાથે ધનિક ઘરમાં શાહી જીવન જીવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here