Homeફિલ્મી વાતોશાહરૂખ ખાનના બંગલામાં 1 રાત રોકાવું છે? કરવું પડશે આ કામ

શાહરૂખ ખાનના બંગલામાં 1 રાત રોકાવું છે? કરવું પડશે આ કામ

શાહરૂખ ખાન અને ગૌરી ખાનને તેમના દિલ્હી વાળા ઘર સાથે ખૂબ જ પ્રેમ છે અને તેથી જ આ કપલે હવે તેમના ઘરને ચાહકો સાથે વહેંચવાનું નક્કી કર્યું છે. શાહરૂખ-ગૌરીએ ચાહકોને તેમાં રહેવાની તક આપવા માટે એરબીએનબી સાથે ભાગીદારી કરી છે.

ના, અમે મજાક નથી કરી રહ્યા. શાહરૂખ ખાન દિલ્હીના પંચશીલ ગૃહમાં એક ઘર ધરાવે છે અને તેના ચાહકોને તેમાં એક દિવસ રોકાવાની તક આપે છે. એરબીએનબીની # હોમવિથઓપન આર્મ્સ સાથે, ચાહકોને તેમના દિલ્હીના ઘરે એક રાત વિતાવવાની તક મળી રહી છે.

જીવનમાં એકવાર મળતી આ તકનો લાભ લેવા માટે, તમારે એક સ્પર્ધામાં ભાગ લેવો પડશે. જે વિજેતા બનશે તેને તેના જીવનસાથી સાથે 13 ફેબ્રુઆરી 2021 ના રોજ દક્ષિણ દિલ્હીના પંચશીલ પાર્કના આ મકાનમાં એક રાત રોકાવાની તક મળશે.

શાહરૂખના ઘરે એક રાત પસાર કરવા માટે તમારે એક હરીફાઈમાં ભાગ લેવો પડશે. આ માટે તમારે અરજી ફોર્મ ભરવું પડશે. ફોર્મમાં, તમારે કહેવું પડશે કે તમારા અનુસાર ઓપન આર્મ વેલકમ શું છે. શાહરૂખ ખાનના આઇકોનિક ઓપન આર્મ પોઝને ધ્યાનમાં રાખીને આ સવાલ પૂછવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે શાહરૂખ ખાને ખુદ આ સ્પર્ધાની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. તેણે કહ્યું હતું કે તેની પત્ની ગૌરી ખાને તેના દિલ્હીનું ઘર ફરીથી ડેકોરેટ કર્યું છે અને હવે તે ભાગ્યશાળી વિજેતાઓને આ મકાનમાં રહેવાની તક આપી રહી છે.

ગૌરી ખાન વિશે વાત કરવામાં આવે તો તે એક પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તેણે પોતાના કામથી અત્યાર સુધીમાં ઘણા મકાનોને સુંદર બનાવ્યા છે. શાહિદ કપૂર અને મીરા કપૂર જેવા અન્ય લોકોએ તેમના ઘરનું ડેકોરેશન ગૌરીખાને કર્યું છે. હવે તેણે તેના અને શાહરૂખના દિલ્હીના ઘરે એક નવો લુક આપ્યો છે.

આ ઘરને પોતાના હાથથી સજાવીને ગૌરી ખાને પતિ શાહરૂખ ખાન સાથે બાળકોના ફોટા પણ ઘરમાં ગોઠવી દીધા છે. આટલું જ નહીં, શાહરૂખ અને ગૌરી ખાનની અત્યાર સુધીની તમામ આંતરરાષ્ટ્રીય યાત્રાઓને લગતી યાદોના ફોટો પણ આ ઘરમાં જોવા મળશે. આ ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments