સનાતન ધર્મ પાળનારા મોટાભાગના લોકો શાલીગ્રામને તેના ઘરમાં રાખતા હશે. કાળા રંગના અંડાકાર પથ્થરના રૂપમાં તેમની પૂજા કરવામાં આવે છે. સ્વયંભૂ હોવાના કારણે તેની પ્રાણ-પ્રતિષ્ઠા કરાવવાની જરૂર પણ નથી. તેથી ભક્તો તેમને ઘરે લાવીને સીધા જ આસન પર બેસાડીને તેમની પૂજા કરી શકે છે. શાલિગ્રામને ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. શાલિગ્રામને ઘરે રાખીને તેની નિયમિત પૂજા કરવાથી ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે, અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
ભગવાન શાલીગ્રામ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેમને તુલસી અર્પણ કરવામાં આવે છે. તુલસી વિના શાલીગ્રામની પૂજા અધૂરી માનવામાં આવે છે. શાલીગ્રામની પૂજા કરતી વખતે તુલસી અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે. અને તમને બધા કાર્યોમાં સફળતા મળે છે.
શાલીગ્રામ અને માતા તુલસીના લગ્નનું એક વિધાન પણ છે. એવું કહેવામાં આવે છે કે, તુલસી વિવાહ કરાવવાથી કન્યાદાન સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તેનાથી વ્યક્તિના તમામ પ્રકારના પાપો નાશ પામે છે.
જો તમને તમારા ઘરમાં ધન સંબંધિત સમસ્યા છે, તો તમારા ઘરમાં શાલીગ્રામ રાખવાથી લાભ થાય છે. કારણ કે શાલીગ્રામને ઘરમા રાખવાથી ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ રહે છે.
શાલીગ્રામની નિયમિત પૂજા કરવાથી અને તેને પાણીથી સ્નાન કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં કોઈ પણ પ્રકારનો અભાવ રહેતો નથી. શાલિગ્રામને અભિષેક કરેલું જળ તમારા પર છંટકાવ કરવાથી યાત્રા અને યજ્ઞ સમાન ફળ મળે છે.
શાલીગ્રામજીને નિયમિત સ્નાન કરવું જોઈએ અને ચંદન લગાવવું જોઈએ. તે પછી તુલસીના પાન અર્પણ કરવા જોઈએ અને ચરણામૃત પણ અર્પણ કરવું જોઈએ. આનાથી તમારી માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
એવું કહેવામાં આવે છે કે, ભગવાન શિવએ પણ શાલિગ્રામની સ્તુતિ કરી હતી. તેથી શાલીગ્રામને ઘરમાં રાખવાથી મહાદેવના આશીર્વાદ પણ મળે છે. શાસ્ત્રો અનુસાર, જે સ્થાન પર શાલીગ્રામનો વાસ છે તે સ્થાનને તીર્થધામ સમાન માનવામાં આવે છે.