ધાર્મિક માન્યતાઓ અનુસાર અઠવાડિયાના દરેક દિવસ અલગ-અલગ ભગવાનને સમર્પિત હોય છે. તે દિવસે તેમની વિશેષ પૂજા કરવામા આવે છે. શનિદેવની પૂજા કરવા માટે શનિવાર સારો દિવસ માનવામા આવે છે. એવુ કહેવાય છે કે જો તમે આ દિવસે કેટલીક ચીજોની ખરીદી કરવાનુ ટાળો છો તો તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો. તો ચાલો જોઈએ કે શનિવારે કઈ વસ્તુ ની ખરીદી ન કરવી જોઈએ.
૧) શનિવારે લોખંડની ખરીદી કરવાનુ ટાળવુ જોઈએ. કારણ કે આ દિવસે લોખંડની બનેલી ચીજોનુ દાન કરવુ મહત્વપૂર્ણ માનવામા આવે છે. માન્યતાઓ અનુસાર શનિવારે લોખંડની વસ્તુઓનુ દાન કરવાથી શનિ ભગવાન પ્રસન્ન થાય છે.
૨) શનિવારે તેલ ખરીદવુ નહી. આ દિવસે સરસવ અથવા કોઈ પણ પ્રકારનુ તેલ ખરીદવાથી ઘરમા રોગોનો વાસ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લોકો શનિવારે તેલ ખરીદીને રોગોથી પીડાય છે.
૩) ઉપરાંત આ દિવસે મીઠું ન ખરીદવુ જોઈએ. આ કરવાથી દેવુ વધવાની અથવા કર્જ વધવાની સંભાવના રહે છે. આ દિવસે કાતરનો ઉપયોગ કરવાનુ ટાળવુ જોઈએ. આમ કરવાથી ઘરના સંબંધોમા તણાવ આવે છે.
૪) શનિવારે કાળા તલને ભૂલીથી પણ ન ખરીદવા જોઈએ. આ દિવસે કાળા તલ ખરીદવાથી તમારા કામમા વિઘ્ન પડે છે. શનિવારે શનિદોષને દૂર કરવા માટે, શનિવારે કાળા તલનું દાન કરવુ અને પીપળના ઝાડ પર ચડાવવાનો નિયમ છે.
૫) શનિવારે કાળા રંગના પગરખાં ખરીદવાની ભૂલ કરશો નહી. માન્યતા અનુસાર આ દિવસે ખરીદેલા કાળા પગરખા પહેરનારાના કામમા નિષ્ફળતાનુ કારણ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે નિષ્ફળતાને ટાળવા માંગતા હો અને સફળ થવા માંગતા હો તો આ દિવસે કાળા પગરખા ખરીદવાની ભૂલ કરશો નહી.