શનિવાર ભગવાન ભૈરવ અને શનિદેવનો દિવસ છે. બધા જ દુ:ખ અને મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માટે શનિવારના દિવસે ઉપવાસ કરવો જોઈએ. શનિદેવ આપણને સારા કર્મનું ફળ અને ખરાબ કર્મની સજા આપે છે.
શનિવારે આ કાર્ય કરવા જોઈએ :
1. વિભૂતિ, ભસ્મ કે સિંદુર લગાવવું જોઈએ.
2. શનિવારે ખોરાકમાં તેલનો ઉપયોગ ન કરવો .
3. શનિવારને માફી માંગવાનો દિવસ કહેવામાં આવે છે. તેથી આપણે કરેલી ભૂલની માફી માંગવી જોઈએ.
4. નેઋત્ય, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં મુસાફરી કરવી જોઈએ.
5. બાંધકામ, તકનીકી કાર્ય, શિલ્પક્રિયા જેવા કાર્યોની શરૂઆત શનિવારે કરવી જોઈએ.
6. શનિવારે પ્લાસ્ટિક, તેલ, પેટ્રોલ, લાકડું, સિમેન્ટ વગેરેની ખરીદી અને વેચાણ કરવું જોઈએ.
7. શનિવારે સાંજે પીપળાના ઝાડને પાણી ચડાવું અને તલના તેલનો દીવો સળગાવો. આ કાર્ય 11 શનિવાર સુધી કરવું.
8. શનિવારે ભૈરવ મહારાજની પૂજા કરો.
9. શનિવારે કાગડાને રોટલી અથવા અન્ય ચીઝવસ્તુઓ ખવડાવવી જોઈએ.
10. અંધ, વિકલાંગ, સેવકો અને સફાઈ કામદારોની સાથે સારી રીતે વર્તન કરવું અને તેમને કોઈપણ પ્રકારનું દાન કરવું જોઈએ. શક્ય હોય તો ચંપલનું દાન કરવું.
શનિવારે આ કાર્ય ન કરવા જોઈએ:
1. શનિવારે દારૂ પીવો એ સૌથી ખરાબ માનવામાં આવે છે.
2. પૂર્વ, ઉત્તર અને ઇશાન દિશામાં મુસાફરી કરવી ન જોઈએ .
3. છોકરાને શનિવારના દિવસે સસરાના ઘરે મોકલવો ન જોઇએ.
4. શનિવારે તેલ, લાકડા, કોલસો, મીઠું, લોખંડ અથવા લોખંડની કોઈ પણ ચીજવસ્તુને ખરીદવી જોઈએ નહિ.