સમુદ્ર શાસ્ત્રમા એવુ કહેવામા આવ્યુ છે કે શરીરમા ખંજવાળ આવવી એ એવી ઘણી વસ્તુ તરફ સંકેત સૂચવે છે જે ભવિષ્યમા આપણી સાથે બનવાની છે. આપણા રોજિંદા જીવનમા અનેક પ્રકારની ઘટનાઓ બને છે જેને આપણે જોઈને કે અનુભૂતિ કરીને અવગણીએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે આમાંની ઘણી ઘટનાઓ ભવિષ્યમા બનતી ચીજો તરફ નિર્દેશ કરે છે. આમાંની સામાન્ય ઘટના શરીરમા ખંજવાળ આવવી છે. આ એક ખૂબ જ સામાન્ય વસ્તુ છે પરંતુ સમુદ્રશાસ્ત્ર મુજબ તે સામાન્ય નથી.
૧) માથામાં ખંજવાળ :– એવી માન્યતા છે કે માથાના પાછળના ભાગ પર ખંજવાળ આવવી એ એક શુભ સંકેત છે. જો આવુ થાય છે તો તેનો અર્થ એ છે કે આગામી સમયમા તમે તમારા કાર્યક્ષેત્રમા મોટી સિદ્ધિ હાંસલ કરવાના છો. તમને થોડા દિવસોમા નોકરીની અંદર બઢતી મળી શકે છે.
૨) આંખની આસપાસ ખંજવાળ :– આ પણ એક શુભ સંકેત છે જેનો અર્થ થાય છે કે તમને જલ્દી પૈસા મળશે.
૩) હોઠ પર ખંજવાળ :– આવુ થાય છે તો તેનો અર્થ એ કે તમને જલ્દી સ્વાદિષ્ટ ખોરાકનો સ્વાદ લેવાની તક મળી શકે છે. કદાચ ક્યાંકથી આમંત્રણ આવવાનુ છે અથવા કોઈ તમને રેસ્ટોરન્ટમા લઈ જવાનુ છે. કંઈ પણ થઇ શકે છે.
૪) છાતી ઉપર ખંજવાળ :– પુરુષોને આવુ થાય છે તો પછી તેઓને પિતાની સંપત્તિ મળી શકે છે અને તે સ્ત્રી સાથે થવુ શુભ નથી કારણ કે તે સૂચવે છે કે ભવિષ્યમા તેમના બાળકોને કોઈક પ્રકારની બીમારી થઈ શકશે.
૫) પીઠ પર ખંજવાળ :– શરીરના આ ભાગ પર ખંજવાળ આવવી અશુભ છે. આનો અર્થ એ છે કે તમને માંદગી અને વેદના ટૂંક સમયમા થઈ શકે છે.
૬) પગમા ખંજવાળ :– તે સૂચવે છે કે ટૂંક સમયમા તમે ક્યાંક મુસાફરી કરી શકો છો.