શરીરમાંથી ઝેરી તત્વો દુર કરવા માટે અપનાવો આ જરૂરી ટીપ્સ.

272

ઉપવાસ એ આપણી પાચક શક્તિને રાહત આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આહાર પર બ્રેક લગાવવાથી શરીરને આરામ આપવાની અને તેમા રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવાની તક મળે છે. બોલવુ, હસવુ, રડવુ અને ક્રોધ એ ભાવનાની કુદરતી અભિવ્યક્તિ છે. પરંતુ વધારે ક્રોધ અને ગુસ્સો દબાવવો એ શરીર અને મન બન્ને માટે યોગ્ય નથી. આ પરિસ્થિતિઓ તમારા માટે ઘણી સમસ્યાઓ વધારી શકે છે. ઉપવાસ કરવાથી લોહીની સાથે આંતરડા, કિડની, મૂત્રાશય, ફેફસા અને સાઇનસને સાફ કરવાની તક પૂરી પાડે છે. તો ચાલો જાણીએ જરૂરી ટીપ્સ વિષે કે જે શરીરમાંથી ઝેરી તત્વો દુર કરે છે.

૧) બળતરા વિરોધી ખોરાક :- કુદરતી અને પૌષ્ટિક ખોરાકની વસ્તુઓ પસંદ કરો જે બળતરા વિરોધી હોય . પ્રોસેસ્ડ, પ્રદૂષિત, વગર પોષકતત્વોવાળા ખોરાક શરીરમા એસિડિક, સોજો અને પ્રદૂષિત વાતાવરણ બનાવે છે અને શરીરની કુદરતી ઉપચાર પ્રક્રિયાને વિક્ષેપિત કરે છે.

”સ્વચ્છ આહાર” નો માર્ગ પસંદ કરો એટલે કે તાજા ફળો અને શાકભાજી પર ભાર મૂકો અને પ્રોસેસ્ડ ફૂડ, ખાંડ, મેંદો, તેલ અને ઘી વગેરે ટાળો. અઠવાડિયામા ઓછામા ઓછા બેથી ત્રણ દિવસ આવા ખોરાક લો.

૨) મસાલાનો આહાર :- મસાલાને અવગણો નહી પરંતુ તમારા ખોરાકમા ફાયદાકારક અને ડિટોક્સિફાઇંગ મસાલા શામેલ કરો જેમકે તજ, ઓરેગનો, એલચી, હળદર, જીરું, વરિયાળી, આદુ, નિગેલા, કાળા મરી, લવિંગ જેવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

૩) ગ્રીન સ્મુધી :- ગ્રીન સ્મુધી એ શરીરની હાંફતી અંદરનીની સિસ્ટમને રિચાર્જ કરવા માટે એક ઉત્તમ ઉપાય છે. આ સ્મુધી થાક દૂર કરે છે અને બળતરા વિરોધી પણ છે. આનુ સેવન કરવાથી શરીરમા થતી નાની-નાની પીડાઓ માંથી રાહત મળે છે અને આંતરડાની સફાઈ કરવામા ફાયબર મદદરૂપ થાય છે.

૪) યોગા અને વર્કઆઉટ :- તમારા રૂટીનમા મોર્નિંગ વોક અને યોગનો સમાવેશ કરો. મોર્નિંગ વોક, યોગ, સ્વિમિંગ અને હળવી કસરત શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામા મદદગાર છે. આનાથી શરીરના તમામ ભાગો સરળતાથી કામ કરે છે અને કાર્યરત રહે છે. સૂર્ય નમસ્કાર એ યકૃત, સ્વાદુપિંડ, કિડનીને સાફ કરે છે અને પેટના સ્નાયુઓને મજબૂત કરે છે.

Previous articleવિશ્વ માટે રહસ્યમય છે આ સૌથી મોટો કિલ્લો કે જેની અંદર બીજો કિલ્લો પણ આવેલો છે જે ખુબજ ઓછા લોકો જાણે છે.
Next articleજાણો ભીમમાં શા માટે ૧૦,૦૦૦ હાથીઓ જેટલુ બળ હતું, જાણો તેનું રહસ્ય.