સ્વસ્થ રહેવા માટે શરીરમાં વિટામિન ડી ખૂબ જ જરૂરી હોય છે. સામાન્ય રીતે સૂર્યપ્રકાશને વિટામિન ડી નો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. આપણા શરીરને પૂરતા પ્રમાણમાં સુર્યપ્રકાશ ન મળે તો વિટામીન ડી ઓછુ થવા લાગે છે. આજના સમયમાં બદલાતી જતી જીવનશૈલીના કારણે સુર્યપ્રકાશનો તડકો મળતો નથી. કેટલીક ખાદ્ય વસ્તુઓથી શરીરમાં વિટામિન ડીની ઓછી માત્રાને દુર કરી શકાય છે.
વિટામિન ડી ઘટવાથી હાડકાં અને સ્નાયુનો દુખાવો થઈ શકે છે. હાડકાં અને સ્નાયુઓનો દુખાવો દુર કરવા માટે વિટામિન ડીનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ.
જ્યારે શરીરમાં વિટામિન ડીની માત્રા ઓછી થઈ જાય ત્યારે આપણે જે કાર્ય કરતા હોઈએ તેના પર ધ્યાન આપી શકાતું નથી. વિટામિન ડીની માત્રા ઓછી હોવાથી ઝડપથી ચહેરાના હાવભાવ બદલાય છે.
જ્યારે શરીરમાં વિટામિન ડી ઓછુ થાય છે ત્યારે વધારે થાક લાગે છે. શરીરમાં વિટામિન ડી ઓછુ હોવાથી આપણને કાર્ય કરવામાં આળસ થાય છે.
નારંગીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન ડી ઘટી જાય ત્યારે નારંગી નો રસ પીવો જોઈએ. તમે દરરોજ નારંગીનો રસ પી શકો છો. રોજ નારંગીનો રસ પીવાથી વિટામીન ડીની સમસ્યા દુર થાય છે.
વિટામીન ડી ઘટી જાય ત્યારે દહીં ખાવું જોઈએ. દહીં ખાવાથી વિટામીન ડીમાં વધારો થાય છે. વિટામીન ડી શરીરમાં ઓછુ હોય તો રોજ દહીં ખાવું જોઈએ.
વિટામિન ડીનો મુખ્ય હેતુ સૂર્યપ્રકાશ છે. દરરોજ સવારે તડકામાં બહાર બેસવું જોઈએ. વિટામિન ડી ઓછુ હોય તો નિયમિત સુર્યપ્રકાશ લેવો.