Home સ્ટોરી જે કોર્ટમાં પિતા ટાઈપરાઈટરનું કામ કરતા હતા તે જ કોર્ટની જજ બનીને...

જે કોર્ટમાં પિતા ટાઈપરાઈટરનું કામ કરતા હતા તે જ કોર્ટની જજ બનીને દીકરીએ પિતાનું નામ આખા દેશમાં રોશન કર્યું, તો પિતા આનંદથી ઉછળી પડ્યા.

73

દરેક માતા પિતાની ઈચ્છા હોય કે તેમના બાળકો સારું ભણી ગણીને તેમનું નામ રોશન કરે. પણ જયારે એક ગરીબ માતા પિતાનું નામ રોશન કરે ત્યારે માતા પિતાની આંખો માંથી આંસુ છલકાઈ આવે છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે.

જ્યાં દીકરીએ એવી સિદ્ધિ હાસિલ કરી કે આજે ગરીબ પિતાનું નામ આખા દેશમાં રોશન થઇ. જુજાર માલવિયા કોર્ટની બહાર ટાઈપિસ્ટનું કામ કરે છે. તેમને આખું જીવન આ નોકરી કરીને ગણી તકલીફો પડ્યા પછી પણ પોતાના બાળકોને ભણાવ્યા,

દીકરી રંજનાએ બાળપણથી જ પોતાના પિતાએ તેમાં માટે વેઠેલી તકલીફો જોઈ હતી. તે કોઈ કોઈ વારા તેની સાથે તેમની દુકાન પર જતી હતી. તો તેમને જજને આવતા જોયા હતા. તેમને જોઈને રંજનાએ પણ નક્કી કર્યું કે તે એક દિવસ જજ બનશે.

રંજનાએ જોત જોતામાં આને પોતાના જીવનનું લક્ષ બનાવી દીધું કે તે જજ બનીને પોતાના પિતાનું નામ રોશન કરશે. પોતાનું લક્ષ પામવા માટે નિરંજનાએ દિવસના ૧૦ થી ૧૧ કલાક મહેનત કરી અને તેમના લગ્ન પણ લીધા હતા.

તો લગ્નની તૈયારીઓની સાથે સાથે નિરંજનાએ સિવિલ જજની પરીક્ષા આપી અને લગ્નના ૧૨ દિવસ પછી જ આનું રિજલ્ટ આવ્યું. તેમાં નિરંજનાનું સિલેક્શન થઇ જતા આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો. નિરંજનાએ જણાવ્યું કે તેમના પતિ પણ એડવોકેટ છે અને તેમને તૈયારીમાં તેની ખુબજ મદદ કરી છે.

આખરે એક ટાઈપરાઈટરની દીકરી કે કોર્ટમાં જજ બનીને પિતાનું નામ આખા દેશમાં રોશન કર્યું. જે દિવસ પિતાને ખબર પડી કે તેમની દીકરી જજ બની ગઈ છે એ જાણી પિતાની આંખોમાં આંસુ આવી ગયા.