રાતો રાત બદલાય ગઈ શાકભાજી વેચનારની કિસ્મત, રોડ પરથી ઉઠીને સીધા જ બન્યા નગરપાલિકાના…

290
કહેવાય છે ને કે જ્યારે દેવાવાળો આપે છે, તો છપ્પડ ફાડીને આપે છે, ત્યારે આવું જ કઈ બન્યું છે આંધ્ર પ્રદેશના રાયચોટીમાં શાકભાજી વેચનારા યુવક સાથે, જેની કિસ્મત રાતોરાત બદલાય ગઈ અને આ વ્યક્તિ શાકભાજીના વેપારીથી સીધી નગરપાલિકાની પ્રમુખ બની ગઈ. જી હાં શેખ બાશા નામની આ વ્યક્તિ બેરોજગારીના કારણે ગામમાં શાકભાજી વેચની પોતાની ગુજરાન ચલાવી રહી હતી. પરંતુ બાશાને આંઘ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેટ્ટીએ રાયચોટી નગરપાલિકના પ્રમુખ તરીકે નિમણુક કર્યાં છે.
ગ્રેજ્યુએટ હોવા છતાં શાકભાજી વેચી રહ્યો હતો આ યુવક
જણાવી દઈએ કે, શેખ બાશાએ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવેલી છે, પરંતુ બેરોજગારીના પગલે તે ગામમાં શાકભાજી વેચવા મજબૂર હતો. બાશાનું કહેવું છે કે ડિગ્રીઓ હોવા છતાં નોકરી ન મળી, બેરોજગારીના કારણ મારે શાકભાજી વેચીને ઘર ચલાવવું પડ્યું હતું. મારા જીવનમાં કોઈ દિશા નથી પરંતુ વાઈએસઆર કોગ્રેસે મને પ્રથમ નગરપાલિકની ચૂંટણી લડવાનો મોકો આપ્યો અને હવે નગરપાલિકાના પ્રમુખ બનાવી દીધો. એટલા માટે તેણે મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીનો આભાર વ્યક્ત કર્યો.
નગરપાલિકાની ચૂંટણી જીતીને આંકડા પર નજર 
વાઈએસઆર કોગ્રેસ પાર્ટીએ શેખ બાશાને નગરપાલિકની ચૂંટણી લડવાનો મોકો આપ્યો અને તેણે ભારે મતોથી જીત મેળવી. જે બાદ વાઈએસઆરના અધ્યક્ષ અને મુખ્યમંત્રીએ બાશાના જીતના આંકડા પર નજર કરી અને ત્યાર બાદ તેણે બાશાને નગરપાલિકાના પ્રમુખની વરણી કરી.
86માં 84 સીટો પર વાયએસઆરના કબજે
આંધ્ર પ્રદેશમાં ગત અઠવાડિયે  જ શહેરી મંડળની ચૂંટણી યોજાઇ હતી. જેમાં વાઈએસઆરએ 86 નગરપાલિકઓમાંથી 84 પર પોતાનું પ્રભુવત્વ મેળવ્યું છે. મેયર અને પ્રમુખની ચૂંટણીમાં મહિલાઓને 60.47 ટકા અને પાછલા વર્ગની ઉમેદવારને 78 ટકા પદ આપવામાં આવ્યાં છે.
Previous articleયુવતીના શરીર પર 3 કલાક સુધી વીટળાયેલો રહ્યો સાપ, ત્યાર પછી જે થયું…
Next articleકેમેરામાં કેદ થયો અદ્દભૂત નજારો, આકાશમાંથી પડી વીજળી અને ક્ષણભરમાં જ લાખો ટૂકડા થયાં વૃક્ષના