18 નવેમ્બર એ ઇતિહાસનાં પાનામાં નોંધાયેલી ઐતિહાસિક તારીખ ખુબજ બહાદુરી દેખાડી હતી અને દુશ્મનોના લદ્દાખ પર કબજો કરવાના ઇરાદાઓનો નાશ કર્યો હતો. અમે પરમવીર વિજેતા મેજર શૈતાન સિંહ વિશે વાત કરી રહ્યા છીએ. રેજાંગલાની લડાઇમાં ભારતીય સૈન્યના ટુકડીનું નેતૃત્વ કરનારા અને ચીની સેનાના લગભગ 1300 ચીની સૈનિકોને મારનાર નાંખ્યા હતા શૈતાનસિંહે.

દુર્ભાગ્યે, તેઓ આ યુદ્ધમાં શહીદ થયા હતા. યુદ્ધના લગભગ 3 મહિના પછી શેતાનસિંહની લાશ મળી ત્યારે લોકો તેમની લાશ જોઈને સ્તબ્ધ થઈ ગયા. શહીદ થયા પછી પણ તેણે પોતાની બંદૂક મજબુતીથી પકડી રાખી હતી.
વર્ષ 1924, 1લી ડિસેમ્બરના રોજ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં, લેફ્ટનન્ટ કર્નલ હેમસિંહ ભાટીના ઘરે એક બાળકનો જન્મ થયો. એ બાળકનું શૈતાનસિંહ નામ હતું. પિતા સૈન્ય અધિકારી હતા. જન્મથી જ બહાદુરીની વાર્તાઓ સાંભળવા મળી અને બહાદુરીની વાતો સાથે બાળપણ વિતાવ્યું હતું. જ્યારે તેઓ મોટો થયા, ત્યારે તે પિતાની જેમ ભારતીય સૈન્યનો ભાગ બની ગયા.

01 ઓગસ્ટ 1949 ના રોજ, તે જોધપુર સ્ટેટ ફોર્સનો ભાગ બન્યા. આ તે સમય હતો જ્યારે જોધપુર રજવાડું ભારતનો ભાગ ન હતું. બાદમાં, જ્યારે જોધપુરને ભારત સાથે ભળી ગયું, ત્યારે શૈતાનસિંહને કુમાઉ રેજિમેન્ટમાં મોકલવામાં આવ્યો. શૈતાનસિંહની આવડત હતી કે તેમને 1962 માં મેજરના પદ પર બડતી આપવામાં આવી. મેજરનું પદ સંભાળ્યાના થોડા સમય પછી, ભારત અને ચીન વચ્ચે યુદ્ધ શરૂ થયું.
18 નવેમ્બર, 1962 ના રોજ, લડાખની ચૂશુલ ઘાટી પર દુશ્મનએ સવારે લગભગ 3.30 વાગ્યે ફાયરિંગ શરૂ કરી. મેજર શૈતાનસિંહે શત્રુને વળતો જવાબ આપવો પડ્યો, જે સહેલું ન હતું. દુશ્મનો હજારોમાં હતા. જ્યારે શૈતાનસિંહ કુમાઉ રેજિમેન્ટના લગભગ 120 જવાનોની ટુકડીનું કમાન્ડિંગ કરી રહ્યા હતા.

સંજોગો તેમની વિરુધ હતા. દુશ્મનની તુલનામાં તેમની પાસે સારી સૈન્ય સંખ્યા નહોતી, ના તેમની જેવા શસ્ત્ર હતા, છતાં આવી સ્થિતિમાં માત્ર તેમની પાસે દ્રઢ ઇચ્છાશક્તિ અને દેશપ્રેમ હતો, જેના આધારે ભારતીય સૈન્ય આગળ વધ્યુ હતું, શૈતાનસિંહે તેમના સાથીદારોને ઉત્સાહથી મોરચો સંભાળવા કહ્યું. આ રીતે ભારતીય સૈનિકોએ વળતો જવાબ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. દુશ્મન સૈનિકોને જોતાં જ ભારતીય સૈનિકોએ તેમની લાશ ઢાળી દીધી હતી.
આ હુમલાથી ગુસ્સે થઈને દુશ્મનોએ મોર્ટાર બોમ્બ ચલાવવાની શરૂઆત કરી દીધી. ભારતીય ટુકડી સંપૂર્ણ રીતે ઘેરાયેલી હતી. પીછેહઠ કરવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. પરંતુ મેજર શૈતાનસિંહે ને આ મંજૂર નહોતું, તેમણે અને તેમના સાથીઓએ અંતિમ શ્વાસ સુધી લડવાનું મન બનાવી લીધું હતું. દોડીને, તેઓ તેમની ટીમના સાથીઓને ઉત્સાહિત કરી રહ્યા હતા, અચાનક એક ગોળી મેજર શૈતાનસિંહને આવીને હાથમાં વાગી અને તે લોહીલુહાણ થઈ ગયા.

સાથીઓએ તેને સલામત સ્થળે લઈ જવાનો પ્રયાસ કર્યો. પરંતુ મેજર ના પાડી. તેમજ મશીનગન દોરડાની મદદથી પગમાં બાંધી દીધી હતી, ફાયરીંગ શરૂ કરી દીધું હતું, જેથી તે શક્ય તેટલા શત્રુઓને મારી શકે. જો કે, તે લાંબા સમય સુધી ઘાયલ અવસ્થામાં દુશ્મનો સામે લડી શક્યા નહીં. સવાર સુધીમાં મેજર સહિતના 114 જવાનો શહીદ થયા હતા. બાકીના જીવતા રહેલા 6 સૈનિકોનું દુશ્મન દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું, જેમને પછીથી છૂટા કરવામાં આવ્યા હતા.
બરફ વર્ષાના કારણે મેઝાર સહિત તેના સાથીઓની લાશ લાંબો સમય મળી નહોતી. યુદ્ધના લગભગ ત્રણ મહિના પછી, જ્યારે શહીદ મેજર શૈતાનસિંહનો મૃતદેહ મળ્યો, ત્યારે દરેકની આંખો પહોળી થઈ ગઈ હતી. મશીનગન હજી પણ તેના પગમાં બધાયેલી હતી, જે અંતિમ સમય સુધી દુશ્મનનો સામનો કેવી બહાદુરીથી કરવામાં આવ્યો હતો, તેનો ખ્યાલ આપી શકે છે.

કમનસીબે, આ યુદ્ધમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો. પરંતુ મેજર શૈતાનસિંહે અને તેની ટીમે મોટી સંખ્યામાં ચીની સૈનિકોને માર્યા હતા. એક અંદાજ મુજબ 1300 થી વધુ ચીની સૈનિકોએ શૈતાનસિંહ અને તેમના સાથી સૈનિકોએ મારી નાંખ્યા હતા. શહાદત બાદ જ્યારે મેજર શૈતાનસિંહનો મૃતદેહ તેના ગામ પહોંચ્યો ત્યારે દરેકની આંખો ભીની હતી. પરંતુ મેજરની બહાદુરીના કારણે આખા ગામનું માથુ ઉંચુ થઈ ગયું હતું.
મરણોત્તર, મેજર શૈતાનસિંહને તેમની હિંમત અને બહાદુરી માટે સર્વોચ્ચ સન્માન પરમ વીર ચક્ર આપવામાં આવ્યો હતો, મેજર શૈતાનસિંહની દેશભક્તિ અને દેશ પ્રત્યેની ભાવનાને સલામ. તે આપણી યાદોમાં હંમેશા જીવંત રહેશે.