લડાકુ વિમાનની દુર્ઘટમાં શહીદ થયેલ પાઇલટ ‘સમીર અબરોલ’ની પત્ની ‘ગરીમા અબરોલે’ એરફોર્સમાં તેની તાલીમ પૂર્ણ કરી છે. આ સાથે તેને ફ્લાઈંગ ઓફિસરનો હોદ્દો પણ આપવામાં આવ્યો છે. તે હવે ભારતીય વાયુ સેનામાં અધિકારી બની ગઈ છે. પાઇલટ સમીર અબરોલ 2019 માં ફાઇટર પ્લેન ક્રેશ થયું ત્યારે શહીદ થયા હતા. તે સ્કવોડ્રોન લીડર તરીકે સેવા આપી રહ્યા હતા. પતિના શહીદ થયા બાદ તેની પત્નીએ એરફોર્સમાં અધિકારીનું પદ પ્રાપ્ત કર્યું છે.
ગરીમા અબરોલને ફ્લાઇંગ અને ગ્રાઉન્ડ ડ્યુટી શાખાના 114 અન્ય ફ્લાઇટ કેડેટની સાથે રાષ્ટ્રપતિપંચનો એવોર્ડ પણ મળ્યો છે. ગરીમા 21 સ્નાતક અધિકારીઓમાંની એક છે. ગરીમા કહે છે કે, હું ખરેખર એ જોવા માંગુ છું કે, તેના દૃષ્ટિકોણથી જીવન કેવું દેખાય છે. યુનિફોર્મ પહેરવાથી મને હંમેશા મજબૂત રહેવાનો એક મકસદ પણ મળે છે. સંરક્ષણ મંત્રાલયે એક ટ્વીટ દ્વારા આ માહિતી શેર કરી છે. ગરીમા અબરોલને ભારતની વાસ્તવિક રોલ મોડેલ કહેવામાં આવી છે.
ગરીમા અબરોલે તેના પતિને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય વાયુસેનામાં જોડાવાનું નક્કી કર્યું હતું. જુલાઇ 2019 માં તેના પતિ સમીરના મૃત્યુના માત્ર પાંચ મહિના પછી, તેમણે સર્વિસ સિલેક્શન બોર્ડ (એસએસબી)નું ઇન્ટરવ્યુ પાસ કરી અને દાંડીગલમાં સ્થિત એકેડમીમાં પ્રવેશ કર્યો. ગરીમા અબરોલ એરફોર્સમાં જોડાતાં સમીરની માતા ખૂબ જ ખુશ છે.