Homeજાણવા જેવુંશિલાજીત શું છે ? ક્યાંથી અને કેવી રીતે મેળવાય છે ?

શિલાજીત શું છે ? ક્યાંથી અને કેવી રીતે મેળવાય છે ?

હમણાં એક ગ્રુપ માં શિલાજીત વિશે ચર્ચા જોઇ. જેટલા મુખ એટલી વાતો. કેટલીક તો એટલી હાસ્યાપ્રદ કે હસવું રોકી ના શકાય. આયુર્વેદના ઔષધિ યાની જડીબુટી માટે જો અંધકાર હોય તો આયુર્વેદ વિસરાતી કડી જેને રસ પરંપરા યાની રસાયણ વિદ્યા કે રાસવિદ્યા માટે તો ખુદ મોટા ભાગના વૈદ્ય સમાજ અને આયુર્વેદ ડોકટરો માં પણ પૂરતી માહિતી ના હોય ત્યાં આમ આદમીના જ્ઞાન નું પૂછવુજ શુ?

આયુર્વેદમાં ચરક અને શશ્રુત ઉપરાંત નાગાર્જુન પરંપરા છે જે રસવિદ્યા તરીકે ઓળખાય છે. એમાં કામ કરનાર રસવૈદ્ય હોય. રસવૈદ્ય એટલે ઉંચીકક્ષાના વૈદ્ય.. એમાંય બે પેટા વિભાગ પડે છે. લોહસિદ્ધ વૈદ્ય ને દેહસિદ્ધ વૈદ્ય. એની ચર્ચા પછી ક્યારેક કરીશું નિરાંતે કેમકે નાસ્તિકોનો સામનો ત્યાં કરવાનો રહેશે..પણ આ દેશ એટલે કે ભારતમાં આ રસાયણ વિદ્યા જેને કીમિયા વિદ્યા કે કિંમયાગીરી કહેવાતી તેના ઉપર થી અલકીમિયા બન્યું ને છેવટે કેમિસ્ટ.

આ રસ માટે જે મહેનત અભણ કે આયુર્વેદ ની કોઈ જાણકારી કે કોલેજ અભ્યાસ વગરના માણસો પાસે છે તે ભારતની કોઈ મોટી આયુર્વેદ કોલેજના કહેવાતા phd પ્રોફેસર પાસે પણ નથી હોતી. પારદ પર અને ધાતુ ને ખનીજ કે ક્ષારો પર અદભુત કાર્ય આ દેશ માં થયું છે અને થાય છે.(આજે ખાનગીમાં )અને થતું રહેશે..

આજે આપણે જાણીશું શિલાજીત વિશે, આધુનિક અને આયુર્વેદ ના આધારે તેનું કેટલું મહત્વ છે. સંસ્કૃતમાં શિલાજતું, શીલા નિર્યાસ, ગિરિજ, અશમજતુ વગેરે શબ્દ શિલાજીત માટે વપરાય છે. હિમાચલ માં સલાજીત કહે છે. ઉર્દુમાં હજરત ઉલમુસા અને અંગ્રેજીમાં આસ્ફાલ્ટ, મીનલર પિંચ, બ્લેક બિનટુ મેન જેવા નામોથી ઓળખાય છે.

શિલાજતું..એટલે..શીલા એટલે પથ્થર કે પહાડ..જતું એટલે ગુંદ કે લાખ, પહાડોમાં ગરમીથી રક ચીકણો ગુંદ જેવો પદાર્થ ચોક્કસ જગ્યાએ નીકળે છે તે ધીમે ધીમે ત્યાં જામી જાય છે. જેને ત્યાં જામી જાય રેલાના રૂપે. જેને ત્યાંની પહાડી ભાષામાં પહાડ ના રુદન ના આસું પણ કહે છે. જેમ આપણે ત્યાં મધ મેળવવા માટે એક ખાસ કોમ ઉનાળામાં વગડે ફરી એકઠું કરી ને વેચતી તેમ રોહતંગની આસપાસ પણ આવી જ ખાસ કોમના માણસો આ કાર્ય કરે છે. હવે થી તેને સરકારી ઠેકા રૂપે વ્યવસ્થિત રૂપે ચાલુ કરાયું છે.

શિલાજીત શુ છે.?

જન માનસમાં શિલાજીત એ પહાડો નો ગુંદર છે. એવી માન્યતા છે. જે એમની સમજ પ્રમાણે સાચી છે. કેમકે જેમ વૃક્ષ ના કાપા કે ચીરા માંથી ગુંદર નીકળે તેવીજ રીતે શિલાજીત પહાડો પર નીકળે એટલે તેને ગુંદ માની લીધો.

વૈજ્ઞાનિક રૂપે:

જ્યાં જ્યાં લિગ્નાઇટ ના પહાડો જેને પથ્થર ના કોલસા કહે અથવા શીલા તૈલ.. (આ શબ્દ પણ પેટ્રોલિયમના સંદેભે આયુર્વેદ કીમિયામાં વપરાયેલ છે..) આદિ ખનીજ પદાર્થ હોય ત્યાં ગરમીના દિવસોમાં એક કપિલ કે કાળા રંગ નો સ્ત્રાવ નીકળે તેનું નામ શિલાજીત.

આમ એકલા હિમાલય જ નહીં તમામ પહાડો માં આ પ્રક્રિયા જોવા મળે. જ્યાં એ પ્રકારની ઉપલબ્ધી હોય ત્યાં બધેજ શિલાજીત મળી આવે છે, ફક્ત ભારત જ નહીં વિદેશમાં પણ મળે છે. (એક જાણીતી કંપની રશિયાથી મંગાવી વેચે છે..)

આ શીલાજીત આમ જોવા જાવ તો વનસ્પતિનું ધીમે ધીમે ભારે દબાણ અને ગરમી થી થતું વિઘટન થી થતું રૂપાંતરણ છે. વર્ષો પહેલા દબાયેલા વૃક્ષ ના અશ્મિ ઓ માંથી દબાવ ના કારણે તે પહાડો ના કાણા કે ખાંચો કે તિરાડ માંથી બહાર આવે છે..

જેમાં અશુદ્ધ શિલાજીત, શીલતેલ, ધાતુઓના અંશ, પાર્થિવ દ્રવ્યો અને એક વિશિષ્ટ તેલ હોય છે. આયુર્વેદ ની ભાષામાં તેમાં ઔદભીક, પાર્થિવ, જંગમ એમ ત્રણેય પ્રકારના દ્રવ્યોનો અંશ છે.

રાસાયણિક પૃથ્થકરણ:-

જળ 9.8 % થી 12 %

ઑદભિજય દ્રવ્ય 56% થી 60%

ખનીજ દ્રવ્ય 32% થી 40%.

લાઇમ 1.5 %

ફોસ્ફઓરિક એસિડ 0.16 %

સિલિકા 1.39 %

ગંધક 15%.

આમ જોવા જઈએ તો શિલાજીત એ હાઇડ્રોકારબન ઓફ બીટુ મિનિયસ નેચર કહેવાય. શિલાજીત મા એક ખાસ પ્રકાર ની ગન્ધ આવે એ એનું એક્ટિવ તત્વ છે. જે ને ગરમ કરવાથી તે ઉડયંન શીલ તેલ હોવાથી ઉડી જવાથી તેના ગુણ ઓછા થાય છે, માટે પુરાણા રસવૈદ્ય તેને સુર્ય તાપી બનાવી કામ લેતા. જે ઉત્તમ મનાયું છે.

હવે શિલાજીત કેવી રીતે મેળવાય છે ? કંઈ રીતે શુદ્ધ કરાય છે ? કંઈ રીતે અને કયા કયા વપરાય છે ? આ બધુ જ આપણે બિજા આર્ટીકલ્સમાં જાણીશું.

લેખક:- વૈદ્ય જીતુભાઇ, ડીસા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments