Deprecated: Required parameter $tag follows optional parameter $content in /home/gujatjgb/public_html/wp-content/plugins/wpi/includes/class-facebook-content-parser-v2.php on line 323

Deprecated: Required parameter $tag follows optional parameter $content in /home/gujatjgb/public_html/wp-content/plugins/wpi/includes/transformers/actions-transformers.php on line 255

Deprecated: Required parameter $tag follows optional parameter $content in /home/gujatjgb/public_html/wp-content/plugins/wpi/includes/transformers/actions-transformers.php on line 274
આ મંદિરમાં આવેલો નાનકડો ઘડો લાખો લીટર પાણીથી પણ નથી ભરાતો, વૈજ્ઞાનિકો થયા નિષ્ફળ, હજુ પણ રહસ્ય કોઈ જાણી શકયુ નથી - Gujarat Page
Homeઅજબ-ગજબઆ મંદિરમાં આવેલો નાનકડો ઘડો લાખો લીટર પાણીથી પણ નથી ભરાતો, વૈજ્ઞાનિકો...

આ મંદિરમાં આવેલો નાનકડો ઘડો લાખો લીટર પાણીથી પણ નથી ભરાતો, વૈજ્ઞાનિકો થયા નિષ્ફળ, હજુ પણ રહસ્ય કોઈ જાણી શકયુ નથી

ભારતમાં અનેક એવી જગ્યાઓ આવેલી છે જે રહસ્યોથી ભરેલી છે, આવી જ એક જગ્યા રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલી છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં દર વર્ષે સેંકડો વર્ષ જૂનો ઇતિહાસ અને ચમત્કારોનું પુનરાવર્તન થાય છે. શીતળા માતાના મંદિરમાં અડધો ફુટ ઊંડો અને અડધો ફૂટ પહોળો ઘડો ભક્તોના દર્શન માટે કુલ્લો મુકવામાં આવે છે. લગભગ 800 વર્ષથી આ ઘડો વર્ષમાં માત્ર બે વાર સામાન્ય લોકો સમક્ષ મુકવામાં આવે છે.

આ ઘડામાં અત્યાર સુધીમાં લગભગ 50 લાખ લીટર જેટલું પાણી ભરાઈ ચુક્યું છે. એવું માનવામાં આવે છે કે તેમાં ગમે તેટલું પાણી નાખવામાં આવે છે, તે ક્યારેય ભરાતું નથી. એવું પણ માનવામાં આવે છે કે રાક્ષસ તેનું પાણી પીવે છે, જેના કારણે તે ક્યારેય પાણીથી ભરાતો નથી. સૌથી વધુ રસપ્રદ છે કે વૈજ્ઞાનિકો પણ તેનું કારણ જાણી શક્યા નથી.

ગામલોકોના જણાવ્યા મુજબ, આ પરંપરા લગભગ 800 વર્ષોથી ગામમાં ચાલી રહી છે. ઘડાને વર્ષમાં બે વાર બહાર કાઢવામાં આવે છે. પ્રથમ શીતલા સપ્તમી અને બીજી જ્યેષ્ઠ મહિનાની પૂનમના દિવસે ગામની મહિલાઓ તેમાં હજારો લિટર પાણી નાખે છે. પરંતુ આ ઘડો ભરતો જ નથી. પછી અંતમાં પૂજારી માતાના ચરણો માં ચઢાવેલું દૂધ ઘડામાં નાખે છે અને અને ઘડો પુરેપુરો ભરાઈ જાય છે. અને ઘડાને ફરી થી પથ્થર થી ઢાકી દેવામાં આવે છે. આ બંને દિવસોમાં ગામમાં મેળો પણ ભરાય છે.

આશ્ચર્યજનક છે કે આજે પણ વૈજ્ઞાનિકો નથી શોધી શક્ય કે આ ઘડાનું પાણી ક્યાં જાય છે. આ ઘડા ઉપર વૈજ્ઞાનિક સંશોધન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ઘડામાં ભરાતું પાણી ક્યાં જાય છે તે કોઈ શોધી શક્યું નથી.

માન્યતા અનુસાર, રાક્ષસ આ ઘડાનું પાણી પીવે છે:- એવું માનવામાં આવે છે કે આઠ સો વર્ષ પહેલાં, બાબરા નામનો રાક્ષસ હતો. આ રાક્ષસના આતંકથી ગ્રામજનો પરેશાન હતા. જ્યારે પણ કોઈના ઘરે લગ્ન હોય ત્યારે આ રાક્ષસ વરરાજાને મારી નાખતો હતો. ત્યારે ગામના લોકોએ શીતળા માતાનું ધ્યાન કર્યું. આ પછી, શીતળા માતા ગામના એક બ્રાહ્મણના સ્વપ્નમાં આવી. તેણે કહ્યું કે જ્યારે તેની પુત્રી લગ્ન કરશે, ત્યારે તે રાક્ષસનો વધ કરશે.

લગ્ન સમયે શીતલા માતા એક યુવતી તરીકે હાજર રહ્યા હતા. ત્યાં માતાએ રાક્ષસને પોતાના ઘૂંટણથી દબોચી લીધો હતો. અને તેને મારી નાખ્યો. આ દરમિયાન રાક્ષસે શીતલા માતા પાસેથી એક વરદાન માંગ્યું કે તેને ઉનાળામાં તરસ લાગે છે. તેથી, તેને વર્ષમાં બે વાર પાણી પીવડાવવું પડશે. શીતલા માતાએ તેમને આ વરદાન આપ્યું હતું. ત્યારથી તે મેળો ભરાય છે અને ગામ આખાની મહિલાઓ આ કુંભમાં પાણી રેડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments