દૂધને ધર્મના દ્રષ્ટિકોણથી સાત્વિક માનવામાં આવે છે. ગાયનું દૂધ સૌથી પવિત્ર અને સારું માનવામાં આવે છે. શિવના રૂદ્રાભિષેકમાં દૂધનો ઉપયોગ વિશેષ છે. શિવજીને દૂધથી રૂદ્રાભિષેક કરવામાં આવે તો બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. પાણીમાં થોડું દૂધ નાખી અને તેનાથી નહાવાથી માનસિક તણાવ દૂર થાય છે અને ચિંતા ઓછી થાય છે.
દૂધનો આ ઉપયોગ ગરીબીને પણ દૂર કરે છે, સોમવારે રાત્રે સ્વચ્છ વાસણમાં દૂધ લો. તેમાં ચાંદીનો સિક્કો અને થોડું મધ ઉમેરો. આ વાસણને ચંદ્રના પ્રકાશમાં રાખો. અને તેની સામે બેસીને શિવજીના મંત્રનો જાપ કરો. મંત્રનો જાપ કર્યા પછી આ દૂધને પ્રસાદ તરીકે પીવાથી ગરીબી દૂર થાય છે.
સોમવારે ભગવાન શિવની પૂજા કર્યા પછી દૂધનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન શિવને દૂધ ચડાવતી વખતે દૂધ નીચે ઢોળાવું જોઈએ નહીં.
શ્રાવણ મહિનામાં અને સોમવારે શિવજીને દૂધથી અભિષેક કરવામાં આવે છે. શું તમે આ પાછળનું કારણ જાણો છો? તેનું કારણ સમુદ્ર મંથનની કથા વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણ છે. આ કથા અનુસાર, સમુદ્રના મંથન દરમિયાન સંસારને બચાવવા માટે જયારે ભગવાન શિવજીએ ઝેર પીધું હતું, ત્યારે તેમનું આખું ગળું વાદળી રંગનું થઈ ગયું હતું.
આ ઝેરની અસર ભગવાન શિવ અને તેની જટા પર બઠેલા દેવી ગંગા પર પડી. આવી સ્થિતિમાં બધા દેવી-દેવતાઓએ શિવજીને દૂધ ગ્રહણ કરવાની વિનંતી કરી. શિવજીએ દૂધ ગ્રહણ કર્યું કે તરત જ તેના શરીરમાં રહેલા ઝેરની અસર ઓછી થવા લાગી. પરંતુ તેનું ગળું વાદળી રંગનું જ રહ્યું, તેથી તેમને નીલકંઠ નામ આપવામાં આવ્યું. ત્યારથી જ શિવજીની શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા શરૂ થઈ.