મહાદેવના આ અદભુત મંદિરમાં શિવલિંગને સ્પર્શ કરવાથી ‘અસાધ્ય રોગો’ થઈ જાય છે દૂર, અહીં મધ્યરાત્રિએ આવે છે હજારો સાપ…

321

તમે દેશના તમામ શિવ મંદિરો વિશે સાંભળ્યું અથવા જોયા પણ હશે. આમાંના ઘણા મંદિરોને ચમત્કારિક મંદિર માનવામાં આવે છે, જેમના રહસ્યો આજદિન સુધી વિજ્ઞાનિકો પણ જાણી નથી, તમે આવા મંદિરોના ચમત્કારોને લગતી ઘટનાઓ વાંચી પણ હશે. તો આજે અમે તમને દેશના આવા જ એક શિવ મંદિર વિશે જણાવી રહ્યા છીએ, જેના વિષે એવું કહેવામાં આવે છે કે, અહીં હાજર શિવલિંગને માત્ર સ્પર્શ કરવાથી બધાજ રોગો દૂર થાય છે.

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમઉ નજીક આવેલ “બોધેશ્વર મહાદેવના મંદિર” પ્રત્યે લોકોને અતૂટ વિશ્વાસ છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે, મંદિરમાં સ્થિત શિવલિંગના સ્પર્શથી, લાંબા સમયથી થયેલ ગંભીર રોગ દૂર થાય છે. એટલું જ નહીં, દેશભરમાંથી ભક્તો આ મંદિરના દર્શન માટે આવે છે અને દર્શનની સાથે તેમના રોગોથી મુક્તિ મેળવે છે.

આ મંદિર વિશે એક દંતકથા છે, જે મુજબ એવું કહેવામાં આવે છે કે, એકવાર નેવલના રાજાને ભગવાન શિવ સ્વપ્નમાં આવ્યા અને પંચમુખી શિવલિંગ, નંદી અને નવગ્રહ સ્થાપવાનો આદેશ આપ્યો. ભગવાન શિવના આદેશ મળ્યા પછી રાજાએ આ કાર્ય શરૂ કર્યું અને જ્યારે પંચમુખી શિવલિંગ, નંદી અને નવગ્રહનું નિર્માણ થઈ ગયું ત્યારે તેણે રથ પર બેસીને શહેરમાં પ્રવેશ કર્યો.

પછી અચાનક રથનું પૈડું જમીનમાં ડૂબવા લાગ્યું અને અનેક પ્રયાસો પછી પણ રથના પૈડાને જમીનમાંથી  કાઢી શકાયું નહીં. પછી અંતે રાજાએ શિવલિંગ, નંદી અને નવગ્રહ એક જ સ્થાને સ્થાપિત કર્યા અને ભવ્ય મંદિર બનાવ્યું. ભગવાન શિવ દ્વારા બોધ કરાવવાને કારણે આ મંદિરને ‘બોધેશ્વર મહાદેવ’ મંદિર કહેવામાં આવે છે.

આ મંદિરની રચના ખૂબ જ સુંદર છે અને તેને 15 મી સદીની કલાકૃતિ કહેવામાં આવે છે. મંદિરમાં સ્થાપિત પંચમુખી શિવલિંગ વિશે, એવું કહેવામાં આવે છે કે, આ શિવલિગ દુર્લભ છે અને તે 400 વર્ષ પહેલા લુપ્ત થઈ ગઈ છે. હવે આ શિવલિંગ રૂપી પથ્થર પૃથ્વી પર બીજે ક્યાંય જોવા મળતો નથી. નંદી અને નવગ્રહમાં જે પત્થરો લગાવવામાં આવ્યા છે તે પાષાણ કાળમાં કોતરવામાં આવ્યા છે, જે ખુબ જ આશ્ચર્યજનક છે.

અહીં વસતા સ્થાનિકોનું કહેવું છે કે, મધ્યરાત્રિએ હજારોની સંખ્યામાં સાપ આ મંદિરમાં આવે છે અને શિવલિંગને સ્પર્શ કર્યા પછી પાછા જંગલોમાં પાછા જતા રહે છે. જો કે, લોકો એ પણ કહે છે કે, આજસુધી કોઈ પણ સ્થાનિક લોકોને આ સાપથી કોઈ નુકસાન થયું નથી. આ સાપ ચુપચાપ આવે છે અને શિવલિંગને સ્પર્શ કર્યા પછી પાછા જંગલમાં જતા રહે છે. આ મંદિર વિશે તે પણ લોકપ્રિય છે કે, લોકો અહીં આવે છે અને મંદિરના શિવલિંગને સ્પર્શ કરે છે અને તેમના લાંબા સમયના અસાધ્ય રોગોથી મુક્તિ મેળવે છે.

Previous articleએક સ્વપ્ન જેણે બદલી નાખ્યું જીવન, પુત્ર માતાને લઈને આખા દેશમાં ફરવા નિકળી પડ્યો..
Next articleરેફ્રિજરેટરમાં રાખેલ ખોરાક કેટલો સમય સારો રહે છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલો નુકસાનકારક છે, જાણો…