Homeજયોતિષ શાસ્ત્રતમારા ઘરના મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરતી વખતે અને પૂજા કરતી વખતે રાખવું...

તમારા ઘરના મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરતી વખતે અને પૂજા કરતી વખતે રાખવું જોઈએ આ બાબતોનું ખાસ ધ્યાન…

સનાતન ધર્મમાં ભગવાન શિવને આદિ પંચ દેવમાંના એક માનવામાં આવે છે. ભગવાન શિવશંકર એટલા ભોળા છે કે, જે લોકો તેમની ભક્તિ કરે છે તેના પર તરત જ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. આ કારણોથી જ તેને ભોળાનાથ કહેવામાં આવે છે. પરંતુ મહાદેવ શિવના પ્રતીક શિવલિંગ સ્થાપિત કરતી વખતે, આપણે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો ભગવાન શિવ જેટલા ભોળા છે તેટલા જ ક્રોધિત પણ છે. જો શિવલિંગની પૂજા યોગ્ય નિયમો અનુસાર કરવામાં આવે તો તે ખૂબ જ ફળદાયી છે, પરંતુ જો શિવલિંગની ઉપાસનામાં કોઈ ભૂલ થાય છે, તો આ ભૂલ માનવી માટે વિનાશક સાબિત થઈ શકે છે.

1) શિવલિંગ ક્યારેય એવા સ્થાને સ્થાપિત ન કરો ત્યાં સ્થાપિત ન કરો કે જ્યાં તમે પૂજા કરતા હોવ. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો તમે સંપૂર્ણ વિધિ વિધાનથી શિવલિંગની પૂજા કરી શકતા નથી અથવા તેમ કરવામાં અસમર્થ છો, તો પછી ભૂલથી પણ શિવલિંગને ઘરમાં ન રાખવી, કારણ કે, જો કોઈ વ્યક્તિ શિવલિંગની પૂજા વિધિ પૂર્વક ન કરે છે તો તે વ્યક્તિએ મહાદેવ શિવનું અપમાન કર્યું હોય એવું માનવામાં આવે છે, આમ વ્યક્તિ પાપી બને છે.

2) પુરાણોમાં શિવને કેતકીનું ફૂલ ન ચઢવવાની પાછળ એક કથા છુપાયેલી છે. આ દંતકથા અનુસાર, એકવાર બ્રહ્મા અને વિષ્ણુએ પોતાની માયાથી પ્રભાવિત થઈને તેઓએ પોતાને એકબીજાને શ્રેષ્ઠ કહેવાનું શરૂ કર્યું, પછી મહાદેવ તેમની સામે તેજસ્વી પ્રકાશ સાથે શિવલિંગ રૂપે પ્રગટ થયા. ભગવાન શિવએ જ્યોતિર્લિંગના રૂપમાં બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું કે, જે તમારા બંનેમાંથી જે પહેલા મારા આ સ્વરૂપનો અંત કરશે તે સર્વશક્તિમાન હશે.

ભગવાન વિષ્ણુ શિવના જ્યોતિર્લિંગના ઉપલા છેડા તરફ ગયા અને બ્રહ્માજી નીચલા છેડા તરફ ગયા. ચાલતાં ચાલતાં તે બંને થાકી ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ શિવની સામે તેમનો પરાજય સ્વીકાર્યો પણ બ્રહ્માજીએ પોતાની હાર છુપાવવાની યોજના બનાવી. તેમણે કેતકીના ફૂલો જોયા અને શિવને કહ્યું કે, તેમને શિવનો અંત પ્રાપ્ત થયો છે. બ્રહ્માજીના આ જૂઠાણાને કારણે શિવ ગુસ્સે થયા અને તેનું એક માથું કાપી નાંખ્યું અને પૂજામાં કેતકીના ફૂલો પર પણ પ્રતિબંધ મૂક્યો.

3) શિવ પુરાણમાં એક દંતકથા અનુસાર, જલંધર નામના રાક્ષસને વરદાન મળ્યુ હતો કે જ્યાં સુધી તેની પત્ની વૃંદા પતિવ્રતાનું વ્રત કરશે ત્યાં સુધી કોઈ પણ તેને યુદ્ધમાં પરાજિત કરી શકશે નહીં, સૃષ્ટીને આ રાક્ષસના જુલમથી બચાવવા માટે, ભગવાન વિષ્ણુએ વૃંદાનું પતિવ્રતા વાત તોડી નાખ્યું અને મહાદેવે જલંધરનો વધ કર્યો. આ પછી વૃંદાને તુલસીમાં પરિવર્તિત કરવામાં આવી અને તેણે મહાદેવની ઉપાસનામાં તેના પાનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. આ જ કારણ છે કે, તુલસીના પાનનો ઉપયોગ ક્યારેય શિવલિંગની પૂજા માટે કરવામાં આવતો નથી.

4) સ્ત્રીઓ તેમની સુંદરતા વધારવા માટે હળદરનો ઉપયોગ કરે છે અને શિવલિંગ મહાદેવ શિવનું પ્રતીક છે, તેથી, શિવલિંગની પૂજા કરતી વખતે હળદરનો ઉપયોગ ન કરવો જોઇએ.

5) હિન્દુ માન્યતાઓ અનુસાર, કંકુનો ઉપયોગ સ્ત્રી તેના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે, જ્યારે ભગવાન શિવ વિનાશકની ભૂમિકા ભજવે છે, તેથી ક્યારેય પણ વિનાશક શિવની ઉપાસનામાં કંકુનો ઉપયોગ ન કરવો જોઇએ.

6) શિવલિંગનું સ્થાન બદલતી વખતે તેના ચરણોને સ્પર્શ કરો અને એક વાસણમાં ગંગાજળ ભરો અને તેમાં શિવલિંગ રાખો અને જો શિવલિંગ પત્થરનું હોય તો તેને ગંગા જળથી અભિષેક કરો.

7) શિવલિંગની ઉપાસના કરતી વખતે, હંમેશા એ કાળજી લેવી કે ક્યારેય પેકેટ વાળું દૂધ શિવલિંગ પર ન ચઢાવવું, શિવને જે દૂધ અર્પણ કરો તે ગાયનું કાચુ દૂધ હોવો જોઈએ.

8) મંદિરમાં શિવલિંગની સ્થાપના કરતા પહેલા ખાતરી કરો કે, ધાતુથી બનેલો સાપ શિવલિંગમાં લપેટાયો છે. શિવલિંગ સોના, ચાંદી અથવા તાંબાથી બનેલું હોવું જોઈએ.

9) જો તમારા ઘરમાં શિવલિંગ છે, તો પછી ધ્યાનમાં રાખો કે, શિવલિંગ પર હંમેશાં પ્રવાહ ચાલુ રહે છે નહીં તો તે નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે.

10) શિવલિંગની પાસે હંમેશા ગૌરી અને ગણેશની પ્રતિમા હોવી જોઈએ, શિવલિંગને ક્યારેય એકલું સ્થાપિત ન કરવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments