ભગવાન શિવને હિન્દુ ધર્મમાં મુખ્ય દેવતા માનવામાં આવે છે. ભગવાન શિવને જગતના પાલનહાર માનવામાં આવે છે. શ્રાવણ માસ, માસિક શિવરાત્રી, મહાશિવરાત્રી, પ્રદોષ વ્રત અને સોમવારને ભગવાન શિવના દિવસો માનવામાં આવે છે. આ દિવસોમાં તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવને વિશ્વના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. ભગવાન શિવ દેવતા અને રાક્ષસ બંને માટે સમાન આદરણીય છે. ભગવાન શિવના અનેક સ્વરૂપો છે. ભગવાન શિવ સાકાર પણ છે અને નિરાકાર પણ છે. ભગવાન શિવના દરેક સ્વરૂપમાંથી આપણને શીખ મળે છે.
1. ભોલેભંડારી :-
ભગવાન શિવનું એક નામ ભોલેભંડારી છે. ભોલે (ભોળા) એટલા માટે છે કે જો કોઈ તેની સાચા મનથી પૂજા તો તેઓ ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. ભોલેભંડારી એ શિવનું સહજ સ્વરૂપ છે. શિવનું આ સ્વરૂપ દરેક લોકો સાથે હળીમળીને ભેદભાવ રાખ્યા વગર જીવન જીવવાની કળા શીખવે છે.
2. નીલકંઠ :-
ભગવાન શિવનું આ રૂપ વ્યક્તિને ઘણું શીખવે છે. ભગવાન શિવએ ઝેર પીધું હતું તેથી તેને નીલકંઠ કહેવામાં આવે છે. ભગવાન શિવના નીલકંઠના સ્વરૂપ પરથી એક શીખ મળે છે કે ઝેર એટલે કે અસત્ય કર્યો કરવા જોઈએ નહીં.
3. કૈલાસવાસી :-
કૈલાસમાં ભગવાન શિવનો વાસ છે જ્યાં કોઈ પણ પ્રાણી જીવી શકતો નથી. ભગવાન શિવનું કૈલાસવાસી સ્વરૂપ હોવાનો અર્થ એ છે કે હંમેશા ધર્મ અને કર્તવ્યને ઉચ્ચ રાખવા જોઈએ.
4. અર્ધનારીશ્વર :-
ભગવાન શિવના આ સ્વરૂપમાં અડધું રૂપ સ્ત્રી છે અને અડધું રૂપ પુરુષ છે. શિવના આ સ્વરૂપમાં, આપણને એ શીખ મળે છે કે કુટુંબ અને સમાજમાં સ્ત્રી અને પુરુષ બંનેનું મહત્વ એક સમાન છે.
5. ત્રિશૂલધારી :-
ભગવાન શિવનું ત્રિશૂળ પણ જીવન જીવવાની શીખ આપે છે. ત્રિશૂળમાં ત્રણ શૂળ હોય છે. જે જન્મ, જીવન અને મૃત્યુની નિશાની છે. વ્યક્તિને આ ત્રણેયમાંથી પસાર થવું પડે છે, જેમાં તેને અનેક પ્રકારના દુઃખો સહન કરવા પડે છે.
6. સ્મશાનવાસી :-
જીવનમાં જન્મનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુથી દૂર ભાગી શકાતું નથી. સ્મશાનમાં પણ શિવનો વાસ છે. મૃત્યુથી ક્યારેય ડરવું જોઈએ નહીં. હંમેશાં એવું વિચારવું જોઈએ કે કાલે નહીં આજે જ મૃત્યુનો સમય આવી જાય.