શનિની સીધી ચાલના કારણે તમામ રાશિના જાતકો પર શુભ અને અશુભ અસર થાય છે. એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિ પર શનિની ખરાબ દ્રષ્ટિ પડે છે તેના માટે શનિ ખૂબ જ સંકટકારી થઈ જાય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં શનિના દુષ્ટ પ્રભાવને દૂર કરવાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે…
1. લોખંડના વાસણમાં સરસવનું તેલ નાખો અને તેમાં તમારો ચહેરો જુઓ અને આ તેલ અને વાસણ ભિખારીને દાન કરી દો. જે લોકો પર શનિનો ખરાબ પ્રભાવ પડી રહ્યો છે, તેઓએ શનિવારે માંસ અને દારૂનું સેવન કરવું જોઈએ નહીં. અનૈતિક કર્યોથી પણ દૂર રહેવું જોઈએ.
2. બ્રહ્મા પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, શનિદેવ કહે છે કે, જે વ્યક્તિ દર શનિવારે પીપળના ઝાડને સ્પર્શ કરે છે, તે વ્યક્તિ પર હું ક્યારેય ખરાબ પ્રભાવ નહીં પાડું અને તેના બધા કાર્યો પૂર્ણ કરીશ. તેથી દર શનિવારે પીપળના ઝાડને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો.
3. જે લોકો પીપળના ઝાડને સ્પર્શ કરીને 108 વખત ‘ૐ નમઃ શિવાય’ નો જાપ કરે છે તેમના પર શનિ જ નહીં પરંતુ અન્ય અશુભ ગ્રહોનો પણ ખરાબ પ્રભાવ પડતો નથી.
4. કાળા કપડામાં કપૂર બાંધીને શનિ મહારાજની આરતી કરો. અને આ આરતીને બધા રૂમમાં ફેરવો. આ ઘરની બધી નકારાત્મક શક્તિઓને દૂર કરે છે.
5. દર શનિવારના દિવસે શનિ મહારાજને કાળા તલ અર્પણ કરો. તમે કાળા તલનું દાન પણ કરી શકો છો. આ સરળ ઉપાયથી તમે શનિદેવના આશીર્વાદ મેળવી શકશો અને તમારા પર શનિના ખરાબ પ્રભાવની કોઈ અસર નહીં થાય.