શનિ મહારાજના આશીર્વાદ મેળવવા માટે શનિવારે તેમના ભક્તો તેમની પૂજા-અર્ચના કરે છે, અને પીપળના ઝાડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવે છે. સાચી ભક્તિથી કરેલા આ કાર્યોથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે શનિવારે ન ખરીદવી જોઈએ, કારણ કે શનિદેવ આનાથી નારાજ થાય છે. તો ચાલો જાણીએ શનિવારે શું ન કરવું જોઈએ…
કોઈપણ વ્યક્તિએ શનિવારના દિવસે લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. શનિવારે લોખંડની કોઈપણ વસ્તુ ખરીદવાથી શનિદેવ ગુસ્સે થાય છે. શનિવારે લોખંડની વસ્તુઓનું દાન કરવું જોઈએ. તમે શનિવાર સિવાય કોઈપણ દિવસે લોખંડની વસ્તુઓ ખરીદી શકો છો.
શનિવારે મીઠું ન ખરીદવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, શનિવારે મીઠું ખરીદવાથી દેવાના બોજામાં વધારો થાય છે. જો તમે દેવાથી બચવા અને તમારી આર્થિક સ્થિતિને યોગ્ય રાખવા માંગતા હો, તો ભૂલથી પણ શનિવારે મીઠું ખરીદતા નહીં.
શનિવારે ક્યારેય પણ કાળા તલ ન ખરીદવા જોઈએ. એવું માનવામાં આવે છે કે શનિવારે કાળા તલ ખરીદવાથી તમારા કાર્યમાં અડચણ આવે છે. શનિદોષને દૂર કરવા માટે શનિવારે કાળા તલનું દાન કરવું અને પીપળના ઝાડ પર તલ ચડાવવા જોઈએ .
શનિવારે કાળા રંગના બુટ ખરીદવા જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે શનિવારે ખરીદેલા કાળા બુટ પહેરનારને તેના કાર્યમાં નિષ્ફળતા આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે નિષ્ફળતાથી બચવા અને સફળતા પ્રાપ્ત કરવા માંગતા હો, તો આ દિવસે કાળા બુટ ખરીદતા નહીં.
જો તમારી સાવરણી તૂટી ગઈ હોય, તો તમારે નવી સાવરણી શનિવારે જ લાવવી જોઈએ. શનિવારે સાવરણી ખરીદવી એ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર શનિવારે સરસવના તેલનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ સિવાય શનિવારે કાળા વસ્ત્રો પહેરવા જોઈએ.