અધિક મહિનામાં દક્ષિણાવૃતિ શંખની પૂજા કરવાથી, થશે ઘણા ફાયદાઓ.

305

હિન્દુ ધાર્મિક વિધિઓમાં શંખ ​​વગાડવાની પરંપરા છે. શંખને સત્કર્મ, લગ્ન, ધાર્મિક વિધિ અને દૈનિક પૂજા-પાઠમાં વગાડવાનો નિયમ હોય છે. શાસ્ત્રોમાં ઘરના પૂજા ગૃહમાં શંખ હોય તો ખૂબ શુભ માનવામાં આવે છે. શંખ વગાડવાના ધાર્મિક મહત્વની સાથે વેજ્ઞાનિક મહત્વ પણ છે. શંખનો અવાજ વાતાવરણને શુદ્ધ કરે છે. શંખ વગાડવાથી સુક્ષ્મજીવજંતુઓનો પણ નાશ થાય છે.

કહેવામાં આવે છે કે શંખનો ઉદ્ભવ સમુદ્ર મંથનથી થયો છે. શંખ એ 14 રત્નોમાંથી એક હતો જે સમુદ્રમાંથી નીકળી આવ્યા હતા. વિષ્ણુ પુરાણ અનુસાર શંખને માતા લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. તેથી, જે ઘરમાં શંખ હોય ​​છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ પણ હોય જ છે. શાસ્ત્રોમાં ત્રણ પ્રકારનાં શંખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ દક્ષિણાવૃતિ છે, બીજો મધ્યાવૃતી અને ત્રીજો વામવૃતિ છે. તેમાંથી દક્ષિણાવૃતિ શંખ વિષ્ણુજીને પ્રિય છે.

વેજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે શંખનો અવાજ વાતાવરણમાં રહેલા સૂક્ષ્મજંતુઓનો નાશ કરે છે. વર્ષ 1928 માં, બર્લિન યુનિવર્સિટીએ એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું હતું . જેમાં શંખના અવાજથી જંતુઓનો નાશ કરવાની દવા લખી હતી. અને શંખ વગાડવાથી હક્લાવવાની સમસ્યા દુર થાય છે. શંખના બીજા પણ ઘણા ફાયદા છે.

વાસ્તુ અનુસાર શંખ શેલ અને શંખને રાખવાના ઘણા ફાયદા છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ શંખને નિયમિત રીતે વગાડવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. પછી તે નાનો શંખ હોય કે મોટો. એવું માનવામાં આવે છે કે શંખ વગાડવાથી હૃદયને લગતા રોગો દુર થાય છે.

શંખ ઘરમાં હોવાથી તે કાર્યક્ષેત્રમાં શુખ અને શાંતિ આપે છે. શંખને રાખવાથી ધંધામાં વધારો થાય છે છે. શંખ ભગવાન બુદ્ધના ચરણોમાં બનેલા 8 શુભ પ્રતીકોમાંનું એક છે.

Previous articleપંચમઢી મધ્યપ્રદેશનું એક સુંદર હિલ સ્ટેશન છે, તેને તેના કુદરતી સૌંદર્યને કારણે ‘સાતપુડાની રાણી’ કહેવામાં આવે છે.
Next articleશું તમે જાણો છો કે, આપણા શરીર માટે ગરમ દૂધ પીવું ફાયદાકારક છે કે ઠંડુ?