Homeધાર્મિકશ્રીલંકામા ઘણી જગ્યાઓ એવી છે જ્યા રામાયણ કાળના નિશાનો હજી પણ અસ્તિત્વમા...

શ્રીલંકામા ઘણી જગ્યાઓ એવી છે જ્યા રામાયણ કાળના નિશાનો હજી પણ અસ્તિત્વમા છે, જે રામાયણની કથાની પ્રામાણિકતા આપે છે.

ભારતમા નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના દરેક રામાયણની કથા જાણે છે. બધા જાણે છે કે રામ અને સીતાના લગ્ન પછી તેઓને ૧૪ વર્ષ માટે વનવાસ જવુ પડ્યુ હતુ. વનવાસ દરમિયાન રામ અને સીતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન સીતાનુ લંકાના રાજા રાવણે હરણ કર્યું હતુ અને પોતાની સાથે લંકા લઈ જઈ ને અશોક વાટિકામા કેદ કર્યા હતા. આ અશોક વાટિકા આજે પણ લંકામા છે. આટલુ જ નહી શ્રીલંકામા બીજી ઘણી જગ્યાઓ છે જ્યા આજે પણ રામાયણ કાળના ઘણા નિશાન છે જે રામાયણની કથા સાચી છે તે હકીકતને પ્રમાણિકતા આપે છે. ચાલો તમને શ્રીલંકાના આવા કેટલાક સ્થળોની ટૂર કરાવીએ જ્યા આજે પણ રામાયણ કાળના નિશાન જોવા મળે છે.

૧) અહી રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયુ હતુ :- શ્રીલંકાની રામાયણ સંશોધન સમિતિની માહિતી અનુસાર શ્રીલંકામા એક એવુ સ્થાન છે જે રામાયણ કાળ સાથે સંકળાયેલુ છે. ભગવાન હનુમાન શ્રીલંકામા પ્રવેશવા માટે ઉત્તર દિશા તરફ નાગદીપ તરફ પગના નિશાન જોવા મળે છે. આ સ્થાનની તપાસ દરમિયાન એવુ પણ જાણવા મળ્યુ હતુ કે અહી રામ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયુ હતુ. શ્રીલંકામા આજે પણ આ યુદ્ધ સ્થળને યુદ્ધગનાવા નામે ઓળખવામા આવે છે જ્યા ભગવાન રામે રાવણને માર્યો હતો.

૨) માતાસીતા લંકામા અહી રોકાયા હતા :- માતા સીતાનુ અપહરણ કર્યા પછી રાવણ માતા સીતાને મહેલની અશોક વાટિકામા કેદ કર્યા હતા. આ સ્થાન હજી પણ શ્રીલંકામા અસ્તિત્વમા છે. અહી સીતા માતાનુ પ્રાચીન મંદિર પણ બનાવવામા આવ્યુ છે. આ સ્થાન સેતા એલિયા તરીકે ઓળખાય છે.

તે નુવરા એલિયા નામના સ્થળની નજીક સ્થિત છે. મંદિરની પાસે એક ધોધ પણ છે. એવુ માનવામા આવે છે કે સીતામાતા આ ધોધમા સ્નાન કરતા હતા. આ ધોધની આસપાસના ખડકો ઉપર હનુમાનના પગના નિશાન જોવા મળે છે. આ તે પર્વત છે જ્યા હનુમાનજીએ પહેલુ પગલુ ભર્યું હતુ. તેને પવાલા મલાઈ કહેવામા આવે છે. આ પર્વત લંકાપુરા અને અશોક વાટિકાની વચ્ચે છે.

૩) માતા સીતાના આંસુ અહી પડ્યા હતા :– જ્યારે રાવણ સીતા માતાને લઈ જઈ રહ્યો હતો ત્યારે સીતા રાવણને તેમના પતિ ભગવાન રામ પાસે જવા માટે વિનતી કરતી હતી. જોકે રાવણ તેમને બળજબરીથી લંકા લઈ જતા હતા. તે સમય દરમિયાન સીતા માતાના આંસુ જે સ્થાન ઉપર પડયા હતા ત્યા તળાવ બની ગયુ હતુ. શ્રીલંકામા પણ એવુ જ એક સ્થળ છે જ્યા સીતા માતાના આંસુ પડ્યા હતા.

ત્યારથી આ સ્થાનને સીતા અશ્રુ તાલ કહેવામા આવે છે. આ તળાવ શ્રીલંકાના કેન્ડીથી લગભગ ૫૦ કિલોમીટર દૂર નંબારા એલીયા માર્ગ પર આવેલુ છે. કેટલાક લોકો તેને સીતા ટીઅર તળાવ કહે છે. તે લંકામા ગરમી પડે ત્યારે પણ સૂકાતુ નથી અને બધા તળાવ સુકાઈ જાય છે. આ તળાવનુ પાણી ખૂબ મીઠું છે.

૪) માતાસીતાએ અહી અગ્નિપરીક્ષા આપી હતી :– શ્રીલંકામા વેલીમાડા નામનુ એક સ્થળ છે. અહી દીવુંરુમપોલા મંદિર છે. એવુ કહેવામા આવે છે કે માતાસીતાએ અહી અગ્નિપરીક્ષા આપી હતી. જો તમે રામાયણ વાચી હોત તો તમે જાણતા હશો કે રાવણની કેદમાંથી મુક્ત થયા પછી સીતામાતાની પવિત્રતા વિશે પ્રશ્નો ઉભા થયા હતા.

તેથી અગ્નિપરીક્ષા આપીને ખાતરી કરી કે તે પવિત્ર છે. આજે પણ સ્થાનિક લોકો આ સ્થળે સુનાવણી કરીને ન્યાય કરવાનુ કામ કરે છે. એવુ માનવામા આવે છે કે જેમ દેવી સીતાએ આ સ્થાન પર સત્યને સાબિત કર્યું તેમ અહી લેવામા આવતા દરેક નિર્ણય યોગ્ય સાબિત થાય છે.

૫) પુષ્પક વિમાન અહી ઉતરતુ હતુ :– શ્રીલંકામા સસીન્હાલા નામનુ એક શહેર છે. વેરાગનટોટા નામનુ એક સ્થળ છે જેનો અર્થ થાય છે વિમાન ઉતારવાનુ સ્થળ. એવુ કહેવામા આવે છે કે આ તે સ્થાન છે જ્યા રાવણ પોતાનુ પુષ્પક વિમાન લઈને ઉતરતા હતા. જો તમે આ સ્થાન જુઓ તો તે હેલિપેડ જેવુ લાગે છે. પરંતુ વાસ્તવિકતામા તે એક પર્વત છે જે ઉપરથી સંપૂર્ણ રીતે સપાટ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments