શ્રીમદ્ ભગવદ્ ગીતાની આ બાબતો, જેને તમારા જીવનમાં અનુસરવાથી આત્માનો થઈ જશે ઉદ્ધાર…

0
266

દર વર્ષે માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિના દિવસે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આથી આ દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે. શ્રીમદ્દભાગવત ગીતામાં એવી ઘણી બાબતો છે જેને આપણે આપણા જીવનમાં અપનાવીને જીવનને સફળ બનાવી શકીએ છીએ.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, મૃત્યુ એક અટલ સત્ય છે, પરંતુ ફક્ત આ શરીર નશ્વર છે. આત્મા અજર અમર છે, આત્માને કોઈ કાપી શકતું નથી, અગ્નિ બાળી શક્તિ નથી અને પાણી આત્માને ભીનું કરી શકતું નથી. જેવી રીતે એક વસ્ત્રો બદલીને બીજા વસ્ત્રો પહેરે છે, તેવી જ રીતે આત્મા એક શરીરનો ત્યાગ કરી અને બીજામાં શરીરમાં પ્રવેશ કરે છે.

ગીતામાં કહેવામાં આવ્યું છે કે, ક્રોધના કારણે મૂંઝવણ ઉત્પ્ન્ન થાય છે જેના કારણે બુદ્ધિ બેચેન બની જાય છે. મૂંઝવણભર્યો મનુષ્ય તેના માર્ગથી ભટકતો રહે છે. પછી બધા જ તર્કોનો નાશ થઈ જાય છે, જેના કારણે મનુષ્યનું પતન થઈ જાય છે. તેથી આપણે આપણા ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈએ.

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, મનુષ્યને તેના દ્વારા કરવામાં આવેલા કર્મો અનુસાર તેનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી, મનુષ્યએ હંમેશાં સતકર્મો કરવા જોઈએ. ગીતામાં કહેવામાં આવેલી આ વાતો દરેક વ્યક્તિએ તેમના જીવનમાં અનુસરવી જોઈએ.

ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, આત્મા મંથન કરીને પોતાની જાતને ઓળખવી જોઈએ, કારણ કે, જ્યારે તમે તમારી જાતને ઓળખશો ત્યારે જ તમે તમારી સંભાવનાનું મૂલ્યાંકન કરી શકશો. જ્ઞાન રૂપી તલવારથી અજ્ઞાનને કાપીને અલગ કરી દેવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ તેની ક્ષમતાનું મૂલ્યાંકન કરી લે છે ત્યારે જ તેનો ઉદ્ધાર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here