Homeહેલ્થશિયાળાની ઋતુમાં તમારા શરીરમાં હૂંફ જાળવવા માટે કરો આ 10 વસ્તુઓનું સેવન...

શિયાળાની ઋતુમાં તમારા શરીરમાં હૂંફ જાળવવા માટે કરો આ 10 વસ્તુઓનું સેવન…

શિયાળાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શરીરમાં હૂંફ જાળવવી ખૂબ જ જરૂરી છે. આ 10 વસ્તુઓનું સેવન કરવાથી તમારા શરીરમાં હૂંફ આવશે અને તમને શરદી-ઉધરસની સાથે અને અન્ય રોગોથી બચાવશે. તો ચાલો જાણીએ કઈ 10 વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં હૂંફ આવે છે…

1) ગોળ :- શિયાળામાં શરદી અને ઉધરસ થાય ત્યારે ગોળનો ઉકાળો પીવાથી સમસ્યામાં રાહત મળે છે, કારણ કે, તે શરીરને હૂંફ આપે છે. જો તમે દરરોજ ગોળનું સેવન કરો તો,  તમને શિયાળામાં શરદીની સમસ્યા થાય.

2) ઇંડા :- ઠંડીનો સામનો કરવા માટે  ઇંડા એક સારો વિકલ્પ છે. આ તમારા શરીરને ઠંડીથી બચાવશે, હૂંફ અને પોષણ આપશે. તમે કોઈપણ સ્વરૂપે તેનો વપરાશ કરી શકો છો.

3) હળદર :- શરદીથી બચવા માટે હળદર દવા તરીકે વપરાય છે. શક્ય હોય ત્યાં સુધી હળદરનો ઉપયોગ કરો જર તમારા શરીરમાં હૂંફ જાળવી રાખશે. તે એન્ટિબાયોટિક તરીકે પણ કામ કરશે.

4) લસણ :- લસણ એ એક ઉત્તમ એન્ટીબાયોટીક છે તેમજ શરદી અને ઉધરસમાં વપરાતી એક ઔષધિ છે. શિયાળામાં લસણની ચટણી, શાક બનાવીટી વખતે તેમાં નાખી શકાય છે. આ સિવાય તમે તેને કાચું અથવા શેકેલું પણ ખાઈ શકો છો.

5) મેથી :- શિયાળામાં ખાસ કરીને મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. તે શરીરમાં હૂંફ જાળવવા માટે મદદગાર છે. શિયાળામાં લીલી મેથીની ભાજીનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી ફાયદો થાય છે.

6) ડ્રાયફ્રુટ્સ :- ડ્રાયફ્રૂટનું સેવન કરવું પણ ઠંડીથી બચાવવા માટે ખૂબ મદદગાર સાબિત થશે. જો તમે તેને ગોળ અને ઘી સાથે મિક્સ કરીને ખાવ છો તો તેનાથી સ્વાસ્થ્યને ખુબ જ ફાયદો થશે.

7) મધ :- મધનું સેવન ફાયદાકારક છે, શિયાળામાં ખાસ કરીને મધનું સેવન વધારે ફાયદાકારક છે. ગરમ પાણી સાથે તેનું સેવન કરવાથી વજન પણ ઘટશે.

8) મરી :- શિયાળામાં તમારા આહારમાં મરીનો સમાવેશ કરો. જો તમે ઇચ્છતા હોવ તો, તેને સૂપ, કચુંબર અને સ્પ્રાઉટ્સ અથવા લાલ મરચાને બદલે શામેલ કરો.

9) આદુ :- આદુનો સેવન શિયાળાની ૠતુમાં શરીરની ગરમી વધારવા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફાયદાકારક છે. તેને ચા, દાળ, શાકભાજી, સૂપ વગેરેમાં શામેલ કરી શકાય છે.

10) ગરમ મસાલા :- ગરમ મસાલો ખોરાકનો માત્ર સ્વાદ જ વધારતો નથી પરંતુ તે શિયાળામાં શરીરને હૂંફ પણ આપે છે. તેથી ગરમ મસાલાનું સેવન પણ જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments