Homeધાર્મિકશું તમે જાણો છો કે, ભગવાન વિષ્ણુને સૌથી વધુ પ્રિય કોણ છે.

શું તમે જાણો છો કે, ભગવાન વિષ્ણુને સૌથી વધુ પ્રિય કોણ છે.

એકવાર નારદજી વૈકુંઠમાં આવ્યા, ત્યાં તેમણે જોયું તો, મહાવિષ્ણુ ચિત્ર કામમાં મગ્ન હતા, અને આસપાસ શિવ, બ્રહ્મા, ઈન્દ્ર વગેરે અસંખ્ય દેવ વિષ્ણુની કૃપા મેળવવા માટે ઉત્સુક હતા.

પરંતુ વિષ્ણુને તેમની તરફ જોવાની ઈચ્છા નહોતી. ચિત્રકામમાં લીન વિષ્ણુએ નારદજીને પણ જોયા ન હતા. વિષ્ણુનું આ વર્તન નારદજીને ખૂબ અપમાનજનક લાગ્યું. તે ગુસ્સામાં આવી વિષ્ણુજીની નજીક ગયા અને પાસે ઉભેલા લક્ષ્મીજીને પૂછ્યું “ભગવાન આજે આટલી બધી ઉત્સુકતાથી કોનું ચિત્ર દોરે છે?”

માતા લક્ષ્મીએ નારદજીને કહ્યું, “તેમના સૌથી મોટા ભક્તનું ચિત્ર દોરે છે, તમારા કરતા પણ મોટા!” બે વાર અપમાનિત થયેલા નારદજીએ ભગવાન વિષ્ણુની નજીક આવીને જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાન વિષ્ણુ, એક ગંદા અને કડચલીવાળા અર્ધ-નગ્ન મનુષ્યનું ચિત્ર બનાવી રહ્યા હતા.

નારદજી ક્રોધિત થઈ ગયા. અને ફરી પાછા ભુલોક તરફ ચાલવા લાગ્યા. ઘણા દિવસો ફર્યા પછી, તેણે એક ચર્મકારને જોયો, તે સ્થળ પશુઓથી ઘેરાયેલુ એક ઘૃણાસ્પદ સ્થળ હતું, તે ગંદા અને પરસેવાવાળા પશુઓને સાફ કરતો હતો.

પ્રથમ દૃષ્ટિએ જ નારદજીને ઓળખી લીધો કે વિષ્ણુજી આનું જ ચિત્ર દોરે છે. ખરાબ ગંધને કારણે નારદજી તેમની પાસે ન જઇ શક્યા. નારદજીએ અદ્રશ્ય રીતે દૂરથી જ તેની દિનચર્યાનું અવલોકન કરવાનું શરૂ કર્યું.

સાંજ પડવા આવી હતી, પણ ચર્મકાર ન તો મંદિર ગયો અને ન તો તેણે આંખ બંધ કરી ભગવાનનું સ્મારણ કર્યું. નારદજી ક્રોધિત થઈ ગયા. એક ચર્મકારને શ્રેષ્ઠ બતાવી વિષ્ણુએ તેમનું અપમાન કર્યું છે. જેમ જેમ અંધકાર વધતો ગયો તેમ તેમ તેના મનની અસ્થિરતા પણ વધુ ગાઢ બની.

વિષ્ણુને શ્રાપ આપવા, તેણે પોતાનો હાથ ઉચો કર્યો ત્યાં તરત જ લક્ષ્મીજી પ્રગટ થયા અને તેનો હાથ પકડ્યો અને કહ્યું, “દેવ! ભક્તની ઉપાસનાનો ઉપદેશ જુઓ; પછી તમારે જે કરવાનું છે તે કરો.”

 

તે ચર્મકારે કેટલાય પશુઓને સાચવ્યા છે. ગંદા પશુઓને કાપડ વડે માથાથી પગ સુધી લુછ્યા અને વિનય પૂર્વક કહ્યું, “પ્રભુ! દયા કરો. કાલે પણ મને તે જ પુષ્ટિ આપજો કે આજની જેમ આવી રીતે પરસેવો પાડી આખો દિવસ પસાર થાય.” અને પછી નારદજીને ખબર પડી ગઈ કે શા માટે તે વિષ્ણુને સૌથી પ્રિય છે !!

એટલે કે, “જે વ્યક્તિ પોતાની આજીવિકાને જ  ભગવાનના આશીર્વાદ માની કામ કરે છે, તે જ વ્યક્તિ વિષ્ણુને પ્રિય છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments