જો તમે રોગપ્રતિકારક શક્તિની સાથે ચહેરાની ગ્લોને વધારવા માંગતા હો તો આ બે રીતે તમારા આહારમા મધ ઉમેરો. મધ સ્વાસ્થ્ય માટે કેટલુ ફાયદાકારક છે તે વિશે તમને કહેવાની જરૂર નથી. પરંતુ જો તમને હજી પણ આ વિશે ખબર નથી તો ચાલો તમને જણાવી દઇએ કે મધ એ પ્રકૃતિનો એક કિંમતી અને મીઠો વરદાન છે. જે આપણને અનેક રોગોથી બચાવે છે. તે મેંગેનીઝ, આયર્ન, કોપર, સિલિકા, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયોડિન, કેરોટિન અને એન્ટિ-સેપ્ટિક વગેરે ગુણધર્મોથી સમૃદ્ધ છે.
દરરોજ ઓછી માત્રામાં મધ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, વજન ઝડપથી ઓછું થાય છે ,ચહેરાની ગ્લોમા વધારો થાય છે અને સાથે સાથે શરીરને ડિટોક્સ પણ કરે છે. મહિલાઓના અટકેલા માસિકને સુધારે છે.આ ખાવાથી શરીરમા તાત્કાલિક શક્તિ આવે છે. મધમાં પોટેશિયમ હોય છે, જે રોગોના બેક્ટેરિયાને નષ્ટ કરે છે.
પરંતુ તેને દરરોજ કેવી રીતે લેવું, જો તમે પણ આ અંગે મૂંઝવણમા છો, તો આજે અમે તમારા માટે મધમાંથી બનાવેલા પીણાં લઈને આવ્યા છીએ. મધથી બનેલા આ પીણા પ્રતિરક્ષાને વેગ આપે છે અને શરદી અને કફથી બચાવે છે. તેમા બળતરા વિરોધી ગુણધર્મો તમારી ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ બનાવે છે.
૧) આદુ અને લીંબુ વાળું મધનું શરબત :-
સામગ્રી :-
મધ – ૧ કપ ,
લીંબુ -૨ ,
આદુ -૧ નાનો ટુકડો
બનાવાની રીત :-
-પહેલા એક બરણી લો, તેમાં થોડું મધ ઉમેરો.
-ત્યારબાદ તેમા લીંબુના ટુકડા કરી મિક્સ કરી લો.
-આદુના લાંબા ટુકડા કરો અને તેમા નાખો.
-તેમાં ફરીથી થોડું મધ, લીંબુના ટુકડા અને આદુ ઉમેરો.
-તમારે આ લેયરમા કરવુ પડશે.
-છેવટે મધ ઉમેરીને જારને ચુસ્ત બંધ કરો.
-પછી તેને રેફ્રિજરેટરમા સ્ટોર કરો.
-સવારે એક કપમા ૧/૨ ચમચી લીંબુ અને આદુ લો. ત્યારબાદ તેમા ગરમ પાણી નાંખો. જો તમને ઠંડુ પીવું ગમે છે તો તેમા ઠંડુ પાણી ઉમેરો અને બરાબર મિક્ષ કરીને પીવો.
ફાયદા :-
લીંબુમા વિટામિન સી અને એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામા હોય છે. ઉપરાંત તેમા ઘણા પ્રકારના વિટામિન હોય છે જેમ કે થાઇમિન, નિયાસિન, વિટામિન બી -6, ફોલેટ અને ઓછી માત્રામાં વિટામિન-ઇ. તેનાથી ગળા અને પેઢાની સમસ્યા અને કબજિયાતથી રાહત મળે છે.
આ સિવાય લીંબુના રસમા હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે જે પાચન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે એસિડિટી અને સંધિવાનુ જોખમ પણ ઘટાડે છે. આદુમા બળતરા વિરોધી, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ઘણા રોગોથી બચાવવામા મદદ કરે છે.
આદુમા વિટામિન ભરપુર હોય છે જે શરીરને શક્તિ આપે છે. લીંબુ, મધ અને આદુને ભેળવીને પીવાથી તેના ફાયદા અનેકગણા વધે છે.
૨) નાળીયેર પાણીવાળું મધનું શરબત :-
સામગ્રી :-
નાળિયેર પાણી-૧ ગ્લાસ,
મધ ૧ ચમચી.
બનાવવાની રીત :-
તેને બનાવવુ ખૂબ જ સરળ છે. ૧ ગ્લાસ નાળિયેર પાણીમા ૧ ચમચી મધ મિક્સ કરો.
સવારના નાસ્તા પહેલા આ પીણુ પીવુ.
ફાયદા :-
અમે તમને મધના ફાયદા વિશે જણાવ્યું છે. પરંતુ આ પીણામા હાજર નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને ઉર્જાના સ્તરમા વધારો કરે છે. નાળિયેર પાણીમા હાજર એન્ટી ઓક્સિડેન્ટ્સ ફ્રી રેડિકલને દૂર કરવામા મદદ કરે છે.
તે વૃદ્ધત્વના લક્ષણોને પણ ઘટાડે છે. સાયટોકિનિન નામનુ તત્વ પેશીને સકારાત્મક અસર કરીને વૃદ્ધત્વની અસર ઘટાડવામા મદદ કરે છે. જ્યારે તમે નાળિયેર પાણીમા મધ મિક્સ કરો છો તો તે તમને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ આપે છે.