શું તમે પણ સ્માર્ટફોન ચાર્જ કરતા સમયે કરો છો આ ભૂલ, તો ચેતી જજો નહિતર થશે નુકસાન…

300

લગભગ દરેક સ્માર્ટફોનની બેટરીઓ તેની એક્સપાયરી અવધિ સુધી જ ચાલે છે. જોકે તમે તમારા સ્માર્ટફોનનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો, તો પછી તેની બેટરી લાઇટ આપમેળે વધી જાય છે. આ સિવાય ચાર્જ કરવાનું મોડ અને ચાર્જર પણ સ્માર્ટફોનની બેટરી લાઇફ નક્કી કરે છે. તેથી આજે અમે તમને આવી જ કેટલીક ચાર્જિંગ ટીપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા ડિવાઇસની બેટરી લાઇફ વધારી શકશો.

– તમારા સ્માર્ટફોનને હંમેશા તેની સાથે આવતા ચાર્જરથી ચાર્જ કરો. જો તમે કોઈપણ અન્ય ચાર્જરનો ઉપયોગ કરો છો, તો તે તમારા ફોનની બેટરી પર ખરાબ અસર કરશે. ફોનની બેટરીમાં ખામી થવાની શક્યતા પણ વધે છે.

– ફોન ચાર્જ કરતા પહેલાં તમારા ફોનના કવરને દૂર કરો. ઘણીવાર કવરને કારણે ચાર્જરની પિન યોગ્ય રીતે લાગી શકતી નથી. આ સિવાય, ચાર્જ કરવાથી ફોન ગરમ થઈ જાય છે, તેથી કવર ન હોય તે વધારે સારુ રહે છે.

– ફોનમાં બેટરી બચાવનારી કે ફાસ્ટ ચાર્જિંગ વાળી થર્ડ પાર્ટી એપ રાખવાથી બચવું જોઇએ. આ એપ સતત બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે. જેનાથી બેટરી પર વધારે દબાણ પડે છે.

– જ્યારે ફોનની બેટરી ઓછામાં ઓછી 20 ટકા હોય ત્યારે ફોનને ચાર્જ પર લગાવવો જોઈએ. ફોનની બેટરી ઓછી થયા વગર જ ચાર્જ કરવાથી ફોન પર ખરાબ અસર પડે છે. હંમેશા એવા પાવરબેંકનો ઉપયોગ કરો કે જે તમારી બેટરી માટે યોગ્ય હોય.

Previous articleઆ 5 વસ્તુથી વાંકડિયા વાળને ઘરે જ કરો સીધા…
Next articleકોરોના કાળમાં ભારતની આ કંપની માત્ર સૂવાના આપી રહી છે લાખો રૂપિયા…