Homeહેલ્થશું તમારું બાળક માથાના દુખાવાની ફરિયાદ કરે છે? તો આ પ્રકારના લક્ષણોને...

શું તમારું બાળક માથાના દુખાવાની ફરિયાદ કરે છે? તો આ પ્રકારના લક્ષણોને ખાસ ધ્યાનમાં લેવા.

મોટા વ્યક્તિઓની જેમ બાળકોને પણ માથાના દુખાવાની ફરિયાદ હોય છે. સંશોધન મુજબ, શાળાએ જતા 75 ટકા બાળકોને માથાના દુખાવાની ફરિયાદ હોય છે. આ માથાનો દુખાવો ઘણા કારણોથી થઈ શકે છે ભણવાનું ટેનશન કે શાળાએ જતા 58.4 ટકા બાળકોને તાણના કારણે માથાનો દુખાવો થઈ શકે છે. કેટલાક બાળકોને કોઈ રોગના કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. ચાલો જાણીએ બાળકોને માથાનો દુખાવો શા માટે થાય છે.

અભ્યાસમાં નબળું હોવાથી, સારી કામગીરી કરવા માટેનું દબાણ અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો એ બાળકોમાં માથાનો દુખાવો થવાના મુખ્ય કારણો છે. બાળકોનું સ્વાસ્થ્ય કેવું છે, તેને પહેલાં કોઈ રોગ થયો છે કે કેમ, આ બાબતો દ્વારા માથાના દુખાવાનું કારણ શોધી શકાય છે. માથાના દુખાવાનું કારણ મળી જાય પછી, ડોકટરને બતાવીને પણ તેની સારવાર કરી શકાય છે.

બાળકોમાં માથાના દુખાવાનું સામાન્ય કારણ પણ હોય છે, જે મોટાભાગના બાળકોમાં જોવા મળે છે. ઘણા બાળકો આ પ્રકારના માથાના દુખાવાની ફરિયાદ કરે છે.

તણાવના કારણે માથાનો દુખાવો કપાળની બંને બાજુએ થાય છે. તેના કારણે માથા અને ગળાના સ્નાયુઓ ખેંચાય છે. બાળકોમાં તાણના કારણે માથાનો દુખાવો થાય છે. તાણ અથવા થાકના કારણે માથા અને ગળામાં લોહીનો પ્રવાહ અવરોધાય છે જેના કારણે માથાનો દુખાવો થાય છે.

કેટલાક બાળકોમાં, માથાનો દુખાવો ધીમે ધીમે થાય છે. એકવાર માથાનો દુખાવો થઇ ગયા પછી, આ પીડા લગભગ 15 મિનિટ સુધી ચાલે છે. આ માથાનો દુખાવો કપાળની એક બાજુએ જ થાય છે, જે ખૂબ જ પીડા આપે છે. આવા માથાનો દુખાવો થવાને કારણે આંખોમાં પાણી આવી જવું, નાક બંધ થઈ જવું જેવા લક્ષણો પણ જોવા મળે છે.

કેટલાક બાળકોને વધારે અવાજના કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. વધારે અવાજના કારણે માથામાં એક તરફ ગંભીર પીડા થાય છે, જેના કારણે સ્નાયુઓ ખેંચાય છે. જેથી ઉલટી અને બેચેની જેવી સમસ્યાઓ પણ એક સાથે થાય છે.

સારી ઊંઘ ન આવવાથી અને થકાવતના કારણે બાળકોને પણ માથાનો દુખાવો થાય છે. અતિશય શારીરિક પ્રવૃત્તિ, આંખનો તાણ, ફલૂ અથવા વાયરસ ચેપ પણ માથાનો દુખાવો લાવી શકે છે. જો તમારું બાળક સામાન્ય કરતા વધારે માથાનો દુખાવોની ફરિયાદ કરે છે, તો ડોકટરની સારવાર જરૂર લેવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments