સનાતન ધર્મમાં જ નહીં, પરંતુ બધા જ ધર્મોમાં સાથિયાને સૌથી પવિત્ર અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. સાથિયાને સુદર્શન ચક્રનું પ્રતીક પણ માનવામાં આવે છે. સાથિયાને સ્વાસ્તિક પણ કહેવાય છે.સાથિયા વગર હિન્દુઓનું કોઈ કાર્ય સારું સિદ્ધ થતું નથી. સાથિયાને શુભ સંકેત પણ માનવામાં આવે છે અને સત્ય, શાશ્વત, શાંતિ, મરણોત્તર જીવન, શુભતા અને સૌન્દર્યનું પ્રતીક પણ માનવામાં છે, જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે સમૃદ્ધિનું સૂચક છે. તેની આસપાસના ચાર બિંદુઓ (ચાંદલાઓ)દિશાઓનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, આ ચાર શસ્ત્રનું ઘણું ધાર્મિક મહત્વ છે. તેઓ ચાર દિશાઓનું પ્રતીક માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે ચાર વેદો સિવાય તે ચાર પુરુષાર્થનું પ્રતીક પણ છે જેમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ શામેલ છે. ગણેશ પુરાણમાં જણાવ્યું છે કે સાથિયો ગણપતિનું જ સ્વરૂપ છે, તેથી કોઈપણ શુભ, કલ્યાણકારી કાર્યો સાથિયો બનાવીને જ શરૂ કરવામાં આવે છે. સાથિયામાં તમામ મુશ્કેલીઓને દૂર કરવાની શક્તિ છે. સાથિયો એ ભગવાન શ્રી રામ, કૃષ્ણના ચરણોમાં અને ભગવાન બુદ્ધના હૃદયમાં અંકિત કરયેલો છે.
વાસ્તુદોષના નિવારણ માટે સાથિયો એક સારો ઉપાય છે કારણ કે તેના ચાર હાથ ચાર દિશાઓનું પ્રતીક છે અને તેથી આ નિશાની બનાવવી એ ચાર દિશાઓને સમાનરૂપે શુદ્ધ કરી શકે છે. જો તમારા ઘરના મુખ્ય દરવાજાની આસપાસ કોઈ પણ પ્રકારનું વાસ્તુ દોષ હોય, તો તમારે અહીં નકારાત્મક શક્તિને દૂર કરવા માટે નવ ઇંચ લાંબો અને પહોળો કંકુનો સાથિયો બનાવવો જોઈએ.અને જો સાથિયો નો બનાવવો હોય તો તમે તેના બદલે ત્રામ્બા કે પિત્તળનો પણ સાથિયો મૂકી શકો છો.
જો તમે તમારા ધંધામાં ખોટ આવતી હોય, તો તમારા કાર્યસ્થળના ઉત્તર દિશામાં એક ખૂણામાં સાત ગુરુવાર સુધી સૂકી હળદર લઈને સાથિયો બનાવશો તો તમને ફાયદો થશે. તેવી જ રીતે, ઉત્તર દિશામાં હળદરનો સાથિયાનું પ્રતીક બનાવીને, તમને તમારા કાર્યોમાં સફળતા મળશે.
નવા ઘર અથવા મકાનને બુરી નજરથી બચાવવા માટે,ઘરની બહાર કાળા રંગનો સાથીઓ બનાવવામાં આવે છે. આવે છે. એવું માનવામાં આવે છે કે કાળા કોલસાથી બનેલો સાથિયો નકારાત્મક શક્તિઓ, બુરી આત્માઓ અને ભૂત વગેરેને ઘરમાં પ્રવેશતા અટકાવે છે.