શુક્રવારે દેવી લક્ષ્મીને આ 5 પ્રકારના પ્રસાદ અર્પણ કરો, જેથી તમને મળશે દરેક કાર્યમાં સફળતા અને ધન.

208

શુક્રવારે સાંજે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારે, દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તે રાજી થાય છે. અને ઘરમાંથી ગરીબી દૂર થાય છે.શુક્રવારે લોકો ઘરે સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવવા માટે લક્ષ્મીની પૂજા કરે છે. એવું કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ક્યારેય પૈસાની તંગી રહેતી નથી. તેથી શાસ્ત્રોમાં, દેવી લક્ષ્મીને સંપત્તિ અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુની પત્ની અને આદિશક્તિ પણ કહેવાય છે. ધનની દેવી લક્ષ્મીને પ્રસંન કરવા માટે લોકો ઘણા ઉપાયો કરે છે. દરેક વ્યક્તિ પોતાના લક્ષ્ય પ્રમાણે માતા લક્ષ્મીને પ્રસાદ ચડાવે છે. ચાલો અમે તમને એવા 5 પ્રસાદ વિશે જણાવીએ કે જેના વિના શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા અધૂરી માનવામાં આવે છે.

દેવી લક્ષ્મીનું પ્રિય ફળ નાળિયેર હોવાને કારણ જ તેને શ્રીફળ કહેવામાં આવે છે. લક્ષ્મીજીને નાળિયેરના લાડુ, કાચા નાળિયેર અને પાણીથી ભરેલા નાળિયેર અર્પણ કરવાથી માતા લક્ષ્મી પ્રસંન થાય છે.

પતાસાનો સબંધ ચંદ્ર સાથે છે અને ચંદ્રને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. આ જ કારણ છે કે પતાસા માતા લક્ષ્મીને પ્રિય છે. આથી જ શુક્રવારે માતા લક્ષ્મીને પ્રસાદમાં પતાસા ધરવામાં આવે છે.

શિંગોડા એ માતા લક્ષ્મીના પ્રિય ફળમાંથી જ એક ફળ છે. પાણીમાં થતા આ ફળ માતા રાણીને ખૂબ જ પ્રિય છે. તે એક મોસમી ફળ છે.

દેવી લક્ષ્મી, જેને ધનની દેવી કહેવામાં આવે છે, તે પાનને ખૂબ ચાહે છે. તેથી, પૂજા કર્યા પછી, દેવીને પાન અર્પણ કરવું જોઈએ.

માતા લક્ષ્મીને પાણીમાં ઉગેલા ફળ એટલે કે, મખાના ફળ ખૂબ જ પ્રિય છે. આનું કારણ એ છે કે તે પાણીના સખત કાદવમાં ઉગે છે અને તેથી તે દરેક રીતે શુદ્ધ અને પવિત્ર ગણાય છે. તેથી માતા લક્ષ્મીને મખાના વધુ પ્રસંન છે. તેથી માતા લક્ષ્મીને પ્રસાદમાં મખાના અર્પણ કરવામાં આવે છે.

આ સિવાય તમે તમારી શ્રદ્ધા પ્રમાણે ફળો, મીઠાઈઓ, ડ્રાયફ્રૂટસ પણ ધરાવી શકો છો. માતાને આ પ્રસાદ અર્પણ કરીને તમે જીવનમાં તમામ પ્રકારની ખુશીઓ મેળવી શકો છો.

Previous articleવજન વધારવા માટે તમારા આહારમાં કરો આ 5 ચીજોનો સમાવેશ…
Next articleજાણો, ગુજરાતના સૌથી પ્રસિદ્ધ અંબાજી મંદિર વિષે, અહીં માતા અંબા છે સાક્ષાત બિરાજમાન…