Homeજાણવા જેવુંશું તમે જાણો છો કે સૌથી પ્રાચીન શૂન્ય ક્યાં મંદિરમાં આવેલું છે?

શું તમે જાણો છો કે સૌથી પ્રાચીન શૂન્ય ક્યાં મંદિરમાં આવેલું છે?

મધ્યભારતનું ગ્વાલિયર ગીચ વસ્તી ઘરાવતું શહેર છે. શહેરની વચોવચ આવેલા પહાડી વિસ્તારમાં એક ભવ્ય કિલ્લો આવેલો છે.આઠમી સદીમાં બનેલો આ કિલ્લો દેશના સૌથી મોટા કિલ્લાઓની યાદીમાં સ્થાન ધરાવે છે. કિલ્લામાં મિનારા, દીવાલના સુંદર ચિત્રો અને ગુંબજોવાળુ એક નાનું મંદિર છે. નવમી સદીમા બનેલું આ મંદિર પહાડને કાપીને બનાવાયુ હતુ.તેને ચતુર્ભુજ મંદિર પણ કહેવામા આવે છે. તેની બનાવટ ભારતના અન્ય પ્રાચીન મંદિરો જેવી જ છે.
તેની એક વિશેષતા આ મંદિરને અનોખુ બનાવે છે. સમગ્ર વિશ્વમા આ એક જ એવી જગ્યા છે જ્યાં શૂન્યનુ કોતરકામ જોવા મળે છે. મંદિરમા નવમી સદીના એક શિલાલેખમા ૨૭૦ અંકિત છે. અંકિત કરવામા આવેલ આ શૂન્ય વિશ્વનુ સૌથી પ્રાચીન શૂન્ય છે. ગણિત અને વિજ્ઞાનની દૃષ્ટિએ શૂન્યની શોધ ઘણી મોટી સફળતા હતી. આજના યુગમાં વિશ્વની તમામ સફળતાનો પાયો આ શૂન્ય પર જ ટકેલો છે.

ગણિત અને વિજ્ઞાનની દૃષ્ટિએ શૂન્યની શોધ ઘણી મોટી સફળતા હતી. આજના યુગમા વિશ્વની તમામ સફળતાનો પાયો આ શૂન્ય પર જ ટકેલો છે. ગણિત હોય, પ્રમેય હોય, ભૌતિક અથવા ઇજનેરી, આજની દરેક તકનિકની શરૂઆત આ શૂન્યના કારણે જ શક્ય બની. ભારતીય સંસ્કૃતિમા એવી તો શુ ખાસ વાત છે કે, તેણે આ મહત્ત્વપૂર્ણ શોધને જન્મ આપ્યો. જે આધુનિક ભારત અને આધુનિક વિશ્વનો પાયો બન્યો.

શૂન્યથી ‘શૂન્ય’સુધીની સફર :– મને એક ભારતની પૌરાણિક બાબતોના વિશેષજ્ઞ દેવદત્ત પટનાયકે સંભળાવેલો એક કિસ્સો યાદ આવે છે. તેમણે આ કિસ્સો ‘ટેડ ટૉક્સ’ કાર્યક્રમ દરમિયાન સંભળાવ્યો હતો. કિસ્સો સિકંદર સાથે જોડાયેલો છે. જ્યારે વિશ્વમાં એક પછી એક વિજય મેળવીને સિંકદર ભારત પહોંચ્યો, ત્યારે તેમની મુલાકાત એક નાગા સાધુ સાથે થઈ. સંપૂર્ણ નગ્ન સાધુ ઘણા જ હોશિયાર હતા. કદાચ તેઓ એક યોગી હતા. તેઓ પહાડ પર બેઠા બેઠા આકાશને તાકી રહ્યા હતા.

સિકંદરે આ યોગીને પૂછ્યું, “તમે શું કરી રહ્યા છો?”યોગીએ સિકંદરને જવાબ આપ્યો, “હું શૂન્યનો અનુભવ કરી રહ્યો છુ. તમે શું કરી રહ્યા છો?” ત્યાર બાદ બન્ને હસવા લાગ્યા. કદાચ બન્ને વિચારી રહ્યા હતા કે, તેમની સામેની વ્યક્તિ કેટલી મૂર્ખ છે. જે પોતાનુ જીવન વેડફી રહી છે. આ કિસ્સો ગ્વાલિયરના કિલ્લામા સ્થિતિ મંદિરમાં શૂન્યનો અંક અંકિત કરવામા આવ્યો તેના ઘણા સમય પૂર્વેનો છે. જો કે આ નાગા સાધુનુ શૂન્યમા ધ્યાન કેન્દ્રિત કરવાનો સંબંધ શૂન્યની શોધ સાથે જોડાયેલો છે.

અન્ય સંસ્કૃતિઓની જેમ ભારતીય સંસ્કૃતિમા શૂન્ય મામલે ઘણુ વ્યાપક દર્શન જોવા મળે છે.આ સંસ્કૃતિમા ધ્યાન અને યોગથી મસ્તિષ્કને ખાલી (વિચાર-ચિંતાઓથી મુક્ત) કરવાની રીત શોધવામા આવી. હિંદુ, બૌધ બન્ને ધર્મોમા શૂન્યના સિદ્ધાંત અને તેની સાથે જોડાયેલી શિક્ષાઓ આપવામા આવે છે. નૅધરલૅન્ડના ઝરઓરિગઇન્ડિયા ફાઉન્ડેશનના ડૉક્ટર પીટર ગોબેટ્સ શૂન્ય સંબંધિત પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે.

આ ફાઉન્ડેશન શૂન્યની ઉત્પત્તિ અંગે સંશોધન કરી રહ્યુ છે. તેમણે એક લેખમા શૂન્યની શોધ વિશે લખ્યું છે કે, “ગણિતના શૂન્યની ઉત્પત્તિ બૌધ દર્શનની શૂન્યતાના સિદ્ધાંતની શૂન્યતાના સિદ્ધાંતથી થયેલી હોવાનુ જાણવા મળે છે.”
“આ સિદ્ધાંત અનુસાર મનુષ્યના મસ્તિષ્કના વિચારો અને પ્રભાવોથી મુક્ત કરી શકાય છે. એટલું જ નહીં પ્રાચીનકાળથી જ ભારતમા ગણિતને લઈને જબરજસ્ત દિલચસ્પી રહી છે. પ્રાચીનકાળના ભારતીય ગણિતશાસ્ત્રીઓ મોટા મોટા અંકોમાં ગણતરી કરતા હતા. આ ગણતરીઓ અબજ-ખર્વથી લઈને પદ્મ અને શંખ સુધીની હતી.

શૂન્યનું સૌથી પ્રાચીન ઉદાહરણ :– પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના લોકો દસ હજારની સંખ્યાની ગણતરીથી આગળ ન નીકળી શક્યા. પ્રાચીન ભારતમાં અનંત (ઇન્ફિનિટી)ની ગણતરી પણ અલગ હતી. હિંદુ જ્યોતિષ અને ગણિતજ્ઞ આર્યભટ્ટ (જન્મ-ઈ.સ. ૪૭૬) અને બ્રહ્મગુપ્ત (જન્મ-ઈ.સ. ૫૯૮) વિશે કહેવાય છે કે તેમણે જ આધુનિક દશાંશ પદ્ધતિ અને શૂન્યની ઉપયોગીતાનો પાયો નાખ્યો હતો.જો કે ગ્વાલિયરના કિલ્લામાં સ્થિત મંદિરમા અંકિત થયેલા શૂન્યને વિશ્વમા શૂન્યનુ સૌથી પ્રાચીન ઉદાહરણ કહેવામાં આવે છે.

જો કે તક્ષશિલા સાથે જોડાયેલી પ્રાચીન ભારતની પાડુંલિપીમા પણ શૂન્યની નોંધ જોવા મળે છે. આ પાડુંલિપી વિશે તાજેતરમા જ જાણવા મળ્યું છે કે તે ત્રીજી અથવા ચોથી સદીની રચના છે. હવે તેને વિશ્વમા શૂન્યનું સૌથી પ્રાચીન ઉદાહરણ ગણવામા આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments