Homeજાણવા જેવુંઆ માણસને કારણે સ્ત્રીઓ માંગમા સિંદુર ભરે છે અને ખૂબ જ ઓછા...

આ માણસને કારણે સ્ત્રીઓ માંગમા સિંદુર ભરે છે અને ખૂબ જ ઓછા લોકો આ વાર્તાને વિશે જાણે છે.

હિન્દુ ધર્મમા સિંદૂરને પરિણીત મહિલાઓ માટે લગ્નનુ પ્રતીક માનવામા આવે છે. પરંતુ સ્ત્રીઓને સિંદૂર લગાવવા પાછળનુ કારણ શું છે તે સમજવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માન્યતા મુજબ માંગમા સિંદૂર ભરવાથી પતિની ઉંમર વધે છે અને સ્ત્રીનુ ભાગ્ય વધે છે. તમારા મનમા ક્યારેય સવાલ ઉભો થયો છે કે સ્ત્રીઓ માંગમા સિંદૂર કેમ ભરે છે? આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશુ.

એક દંતકથા અનુસાર એક ગામમા ધીરા અને વીરા નામની યુવતી અને યુવક રહેતા હતા. ધીરા એક યુવતી હતી જે ફૂલોની જેમ ખૂબ જ સુંદર અને નરમ હતી અને વીર ખૂબ જ બહાદુર પુરુષ હતો. આ બંનેની જોડી એકદમ મોહક હતી. જો કોઈ તેમને એક સાથે જોઈ જાય તો તે તેમને પોતાના હૃદય અને દિમાગથી દૂર કરી શકતા નહી.

જો બંને એકબીજાને અનુરૂપ હોવાને કરને બંનેએ લગ્ન કરી લીધા હતા. એક દિવસ બંને શિકાર પર ગયા જ્યા ધીરા ઉપર કાલિયા નામના લૂંટારૂની ખરાબ નજર પડી હતી. ધીરાની સુંદરતા જોઈ કાલિયાનો ઇરાદો બગડ્યો અને તેણે ધીરાને પોતાની બનાવવાનો નિર્ણય કર્યો. શિકાર કરતી વખતે રાત પડી ગઈ હતી.

ધીરા અને વીરાએ જંગલમા જ રાત વિતાવવાનુ નક્કી કર્યું. બંને એક ટેકરી પર જઈને બેઠા ત્યારે ધીરને તરસ લાગી. વીરા તેના માટે પાણી લેવા ડુંગરની નીચે જવા લાગ્યો. આ તક જોતા જ કાલિયાએ અચાનક વીરા ઉપર હુમલો કર્યો અને આ હુમલામા વીરા ઘાયલ થઈ ગયો. ઇજાગ્રસ્ત વીરાએ પીડા સાથે ચીસો પાડી ત્યારે ધીરા ત્યા આવીને કાલિયા પર હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી.

ધીરાની આ હિંમત જોઈને વીરાના મગજમા શું આવ્યુ અને તેણે ધીરાની માંગને લોહીથી ભરી દીધી એમ કહેવામા આવે છે કે ત્યારથી જ સિંદૂર લાગવાની આ પ્રથા શરૂ થઈ. ભગવાન હનુમાનજી ની સિંદૂર વિશેની કથા હિન્દુ સંસ્કૃતિમા વધુ પ્રચલિત છે પરંતુ કેટલાક લોકો ધીરા અને વીરાની આ કથાને માને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments