વિજ્ઞાને આપણાં જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે. તકનીકની મદદથી આજે કઈ પણ અસંભવ નથી. આજના સમયમાં સ્માર્ટફોન આપણી જરૂરીયાત બની ગઈ છે. આ આપણી સવારથી લઈને રાત સુધી જીવનનું અભિગમ અંગ બની ચુક્યુ છે. તેના ઘણાં ફાયદા છે, તેમજ તેના ઘણાં નુકસાન પણ છે. મોબાઈલથી નીકળનારી રેડિએશનને ઘાતક જણાવવામાં આવે છે. રોજ 50 મીનિટ સુધી સતત મોબાઈલનો ઉપયોગ કરવાથી મગજની કોશિકાઓને નુકસાન પહોચી શકે છે. મોબાઈલ ફોન રેડિશનથી તમને કેન્સર પણ થઈ શકે છે. આવો જાણીએ કે સ્માર્ટફોનથી તમને શું શું તકલીફ થઈ શકે છે.
ચિડચિડાપણું
એવું કહેવામાં આવે છે કે ઘણીવાર મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરવાથી ઉંઘ ખૂબ પ્રભાવિત થઈ જાય છે. આથી જેટલી જરૂરીયાત ઉંઘની હોય છે તે પૂરી નથી થઈ શકતી. અને જો નિંદર પૂરી નથી થતી તો મગજને આરામ નથી મળી શકતો. આ કારણથી માણસને ચિડચિડાપણું આવી જાય છે.
માનસિક અસ્વસ્થ
આપણાં મગજ માટે પુરી નિંદર લેવી ખૂબ જરૂરી હોય છે. જો મગજને આરામ નથી મળતો તો ઘણી માનસિક સમસ્યા પેદા થાય છે. આ ઉપરાંત સ્માર્ટ ફોનમાં ઉપલ્બધ સામગ્રી પણ આપણાં મગજ પર નકારાત્મક પ્રભાવ નાંખે છે. આથી તણાવ, ઉદાસીનતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ સામે આવવા લાગે છે.
અનિદ્રાની સમસ્યા
સ્માર્ટફોનનો વધું ઉપયોગ થવા પર તમારા માટે ખતરનાક સાબિત થાય છે. તેનો વધું ઉપયોગ તમારા માટે અનિદ્રાની સમસ્યા પેદા કરે છે. ખાસ કરીને રાત્રે વધું સમય સુધી સ્માર્ટફોનનો પ્રયોગ ઉંઘ ન આવવાની સમસ્યા પેદા કરે છે. તમે યોગ્ય સમય પર જો ઉંઘ ન લીધી તો ઉંઘ પૂરી થવામાં પરેશાની આવે છે.
આંખોની રોશની
સ્માર્ટફોનની રંગીન અને વધું રોશનીવાળી સ્ક્રીન તેમજ તકનીક આપણી આંખોની રોશની પર ખૂબ ખરાબ અસર નાંખે છે. તેની આયરિશ વધારે હોવી અને ફોન્ટ સાઈના કારણ આપણી આંખોને ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે.
માથાની સમસ્યા
સ્માર્ટફોનથી નીકળનારી હાનિકારક કિરણ માથામાં પીડા અને અન્ય બીજા પ્રકારની દિમાગી તકલીફો માટે અત્યંત જવાબદાર સાબિત થાય છે.
ઈન્ફેક્શન
સ્માર્ટફોનની સ્ક્રીન પર ઘણાં પ્રકારના કીટાણું હોય છે, જે આપણે નથી દેખાતા. આ કીટાણુ ત્વચા સંબંધી ઘણાં પ્રકારની સમસ્યાઓને ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. આ કીટાણુ તમને બીમારી પણ કરી શકે છે.
લત લાગવી
સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકોને તેની લત લાગી જાય છે. જે અત્યંત જ ખતરનાક સાબિત થઈ શકે છે. એવામાં લોકો ફોન વગર બેચેની મહસૂસ કરે છે. ત્યાં સુધી કે તેને કોઈ અજાણ ભય અને ગભરાય પણ અનુભવ થાય છે, જે એક ગંભીર સમસ્યા છે.
ભ્રમ પેદા થવો
ઘણીવાર ફોન બંધ અથવા સાયલેન્ટ પર હોવા છતાં લોકોને આ અહેસાસ થાય છે કે તેનો ફોન વાગી રહ્યો છે, તેને એક રીતે ફોબિયા કહેવામાં આવે છે. જેને નોમોફોબિયા કહેવાય છે.