Homeધાર્મિકસોમવારે ભગવાન શિવને તેમનો આ પ્રિય પ્રસાદ અર્પણ કરવાથી તમારી બધી મનોકામના...

સોમવારે ભગવાન શિવને તેમનો આ પ્રિય પ્રસાદ અર્પણ કરવાથી તમારી બધી મનોકામના થશે પૂર્ણ…

સોમવાર દિવસ ભગવાન શિવનો દિવસ છે. તેથી જ સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સોમવારનું વ્રત પણ શિવને સમર્પિત છે. ભગવાન શિવ દેવાધીદેવ મહાદેવ છે. એવું કહેવામાં આવે છે કે, જગતનો સંહાર કરનાર ભગવાન શિવ તેમના ભક્તો પર ઝલ્દીથી પ્રસન્ન થાય છે. સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી શિવ ભક્તોના દુઃખ દૂર કરે છે. વિવાહિત જીવનમાં સુખ-શાંતિ મેળવવા અને ઇચ્છિત વર મેળવવા માટે સોમવારના દિવસે ઉપવાસ રાખવો જોઈએ. જે ભક્તો સોમવારે ભગવાન શિવને તેમનો પ્રિય પ્રસાદ અર્પણ કરે છે, તેને ભગવાન શિવ આશીર્વાદ આપે છે.

જો તમે સોમવારે શિવજીની પૂજા કરો છો, તો પછી તમે શિવજીને ચંદન, ચોખા, બિલ્લીપત્ર, ધતુરા અથવા આકડાનું ફૂલ, દૂધ અને ગંગાજળ ચઢાવો. આ ચીજો અર્પણ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે આશીર્વાદ આપે છે.

સોમવારે ભગવાન શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટથી બનેલો પ્રસાદઅર્પણ કરવો જોઈએ. આ પછી ધૂપ દીપથી આરતી કરો અને અન્ય લોકોને આ પ્રસાદ વહેંચો. આ કરવાથી, શિવજી તમને આશીર્વાદ આપશે અને તમારા બધા દુઃખો દૂર કરશે.

જો સોમવારે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવામાં આવે, તો બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને મનની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે સવારે સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરો.

સોમવારે 108 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સોમવારે શિવલિંગ પર ગાયનું દૂધ ચઢાવવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત  થઈ છે.

સોમવારે સ્નાન કર્યા પછી સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ. અને માતાની સેવા કરો. જરૂરિયાતમંદ લોકોને આ દિવસે સફેદ રંગની ખાદ્ય ચીજોનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી, તમારી કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ મજબૂત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments