સોમવાર એ શાંતિનો દિવસ છે. સોમવારનો દિવસ શિવ અને ચંદ્રદેવનો દિવસ છે. જે લોકોનો સ્વભાવ ખુબ જ તીવ્ર હોય તેમણે સોમવારે ઉપવાસ રાખવો જોઈએ. તેનાથી તેમનો શાંત થાય છે. તો ચાલો જાણીએ કે સોમવારે કાયા કર્યો કરવા જોઈએ અને ક્યા કર્યો ન કરવા જોઇએ.
સોમવારે આ કર્યો કરવા જોઇએ :-
1. સોમવારે કપાળ પર ભસ્મનું તિલક કરવું.
2. સોમવારે કોઈપણ ક્ષેત્રમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે.
3. જો તમે સોના, ચાંદી અથવા શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તે રોકાણ સોમવારે કરો.
4. દક્ષિણ, પશ્ચિમ અને વાયવ્ય દિશામાં મુસાફરી કરી શકાય છે.
5. આ દિવસે ઘરનું બાંધકામ શરૂ કરી શકાય છે.
6. સોગંદ, રાજ્યાભિષેક અથવા નોકરીમાં જોડાવા માટે આ દિવસ શુભ છે.
7. કૃષિ કાર્ય અથવા લેખન કાર્ય શરૂ કરી શકાય છે.
8. તમે દૂધ અને ઘીની ખરીદી અને વેચાણ કરી શકો છો.
9. સોમવારે કોઈ સાધનાની શરૂઆત કરવી જોઈએ.
સોમવારે આ કર્યો ન કરવા જોઈએ :-
1. સોમવારે ઉત્તર, પૂર્વ અને અગ્નિ દિશામાં મુસાફરી કરવી જોઈએ નહીં.
2. સોમવારે કોઈપણ વ્યક્તિને સફેદ વસ્ત્ર અથવા દૂધનું દાન કરવું જોઈએ નહીં.
3. આ દિવસે ખાંડ ખાવી જોઈએ નહીં.
4. જો ચંદ્રનો દોષ નડી રહ્યો હોય તો રાત્રે દૂધ અથવા પાણીથી ભરેલું વાસણ મુકી સૂઈ જાઓ અને સવારે ઉઠીને તેને પીપળના ઝાડમાં રેડી દેવું.
5. જો તમને માનસિક, શારીરિક કે આર્થિક સમસ્યા હોય તો તમારા કુળદેવીની પૂજા કરો.