બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદ બદલશે 10 કરોડ લોકોનું જીવન, જાણો અભિનેતાનો નવા પ્લાન

535

કોરોના મહામારીના પગલે અનેક લોકોની રોજીરોટી છીનવાય ગઈ. કોરોના વાયરસમાં ગરીબ લોકોની મદદ કરવા ઘણાં મહાનુભાવો આવ્યાં. જેમાંથી એક છે અભિનેતા સોનૂ સૂદ. કોરોનાના પગલે લોકડાઉનથી જ બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદ જરૂરીયાતમંદોની મદદ કરવામાં જોડાયેલા છે. તેમનું આ નેક કામ હાલમાં પણ ચાલું છે. આ વચ્ચે અભિનેતાએ એક એવું પગલું ઉઠાવ્યું છે જેથી કરોડો લોકોની મદદ થવાની છે. સોનૂ સૂદે સોશિયલ મીડિયા પર એક પ્લાન શેર કરતા જણાવ્યું કે કેમ તે એક લાખ લોકોને નોકરી આપવાના છે.

1 લાખ લોકોને આપશે નોકરી
સોનૂ સૂદે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. જેના પર લખ્યું છે, હું આગલા 5 વર્ષમાં 10 કરોડ જિંદગીઓને બદલવાની પ્રતિજ્ઞા કરૂ છું. તેમની સાથે અભિનેતાએ જણાવ્યું કે તે 1 લાખ લોકોને નવા રોજગાર આપશે.

અહીં જુઓ સોનૂ સૂદની પોસ્ટ

તેમની સાથે જ સોનૂ સૂદે કેપ્શનમાં લખ્યું, ” નવું વર્ષ, નવી આશા, નવી નોકરીના અવસર અને તે અવસરોને તમારી નજીક લાવશું અમે. પ્રવાસી રોજગાર હવે છે ગુજવર્કર ! આજે જ ગુડવર્કર એપ્લિકેશનને ડાઇનલોડ કરો અને શ્રેષ્ઠ કાલની અપેક્ષા કરો. ”

PunjabKesari

અભિનેતાના આ એલાન પછી લોકો તેની પ્રશંસા કરી રહ્યાં છે, તેની સાથે જ તે તમામ લોકોમાં નવી અપેક્ષા જોવા મળી રહી છે જે નોકરી માટે આમ-તેમ ભટકી રહ્યાં છે. હવે જોવાનું એ રહેશે કે સોનૂ સૂદે લોકોથી કરેલા આ વચન કેમ અને કઈ ગતિથી પૂરા કરશે.

PunjabKesari

Previous articleજે લોકો પોતાના જીવનથી હારી જાય છે, તેણે આ ડોક્ટરની સંઘર્ષભરી કહાની જરૂર વાંચવી જોઈએ
Next articleઆ સાયન્સના શિક્ષકે બનાવ્યો 47 ભાષામાં વાત કરતો વેસ્ટ મટીરિયલથી બેસ્ટ રોબોટ, સામાન્ય જ્ઞાન પણ છે ગજબનું