સોનુ સુદ બન્યો મજૂરોનો મસીહા, તેના ચાહકો એ બનાવ્યું મંદિર.

0
153

તેલંગાણા (તેલંગાણા) ના સિદ્દીપેટ જિલ્લામાં આવેલા ડબ્બા ટાંડા ગામના સ્થાનિક લોકોએ સોનુ સૂદના માનમાં એક મંદિર બનાવ્યું છે. રવિવારે ગ્રામજનોએ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.

બોલીવુડ અભિનેતા સોનુ સૂદે લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરી લોકોનું દિલ જીતી લીધું છે. ઘણી વાર ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવનાર સોનુએ વાસ્તવિક જીવનમાં હીરોની ભૂમિકા ભજવી હતી. તેમણે કરોડો રૂપિયાની સહાયથી જરૂરિયાતમંદોને મદદ કરી છે. સોનુ સૂદના કામથી ખુશ, તેલંગાણા ના લોકોએ એવું કંઇક કર્યું જેણે બધાને ચોંકાવી દીધા.

તેલંગણા (તેલંગાણા) ના સિદ્દીપેટ જિલ્લાના ડબ્બા ટાંડા ગામના સ્થાનિક લોકોએ તેમના માનમાં એક મંદિર બનાવ્યું છે. રવિવારે ગ્રામજનોએ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન સોનુ સૂદની આરતી કરવામાં આવી હતી. મહિલાઓએ પરંપરાગત પોશાકમાં ઘણાં લોક ગીતો પણ ગાયાં. કોરોના વાયરસ રોગચાળા વચ્ચે સોનુ સૂદ જરૂરિયાતમંદોને મદદ કરીને મસીહા બન્યો.

જાણવા મળ્યા મુજબ મંદિર નિર્માણ કરવા વાળા સંગઠનના સભ્ય રહેલા રમેશ કુમારે કહ્યું કે સોનુ સુદે દેશના 28 રાજ્યોમાં વસેલા લોકોની મદદ કરી છે અને રોગચાળાને કારણે લોકડાઉન થયા બાદ સોનુ સૂદ જે રીતે લોકોને મદદ કરી રહ્યા છે તે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેના ઉમદા કાર્ય ના વખાણ થઈ રહ્યાં છે.

સોનુ સૂદને સંયુક્ત રાષ્ટ્ર તરફથી એસડીજી સ્પેશલ હ્યુમૈનિટેરિયન એક્શન એવોર્ડ મળ્યો હતો. તેથી ગામ દ્વારા તેમનું મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. કોરોના મહામારી વચ્ચે પ્રવાસી મજદૂરની મદદ કરવા માટે બૉલીવુડ અભિનેતા સોનુ સુદ આગળ આવ્યા. સોનુ સુદ ના ઉદાર સ્વભાવના બધે જ વખાણ કરવામાં આવે છે. ત્યાં જ તેમના ચાહકોએ પણ તેમને ભગવાનનો દરજ્જો આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here